રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:ચૂંટણીને ધ્યાને લઈ શાંતિ અને સુરક્ષા ભંગ બદલ 821 સામે ગુનો નોંધાયો, 29 આરોપીને પાસા હેઠળ ધકેલાયા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની ફાઈલ તસવીર.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા એક અઠવાડિયામાં કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શાંતિ અને સુરક્ષા ભંગ બદલ છેલ્લા એક અઠવાડિયામાં 821 લોકો સામે IPC કલમ 107 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે વારંવાર ગુનો આચરતા 133 સામે IPC કલમ 109 મુજબ અને 4556 સામે IPC કલમ 110 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હદપાર કરી તડીપાર કરાયેલા 75 સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 29 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ગેરકાયદેસર હથિયાર સાથે 2 શખ્સને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે પ્રોહિબિશન હેઠળ 202 કેસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇશાન કોમ્પલેક્સમાં ચોકીદારે આપઘાત કર્યો
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસે પંજાબ હોન્‍ડા નજીક ઇશાન કોમ્‍પલેક્સની પાર્કિંગમાં ચોકીદારની ઓરડીમાં રહેતાં અને ચોકીદારી કરતાં દિલબહાદુર નેપાળી (ઉં.વ.34) નામના યુવાને રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉપરના માળે ઓફિસ ધરાવતાં વ્‍યક્‍તિનો રૂમાલ પડી જતાં તે નીચે લેવા આવ્‍યો ત્‍યારે ચોકીદાર જોવા ન મળતાં તપાસ કરતાં રૂમમાં લટકતો મળતાં 108 અને પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારને એક પુત્ર છે. ગઇકાલે તેને પત્‍ની સાથે કોઇ કારણે ચડભડ થતાં પત્‍ની જતી રહી હતી. આ કારણે તેણે આ પગલુ ભર્યાની શક્‍યતાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન અને બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના બે ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા કપિલ ઉર્ફે કમલેશ મોહનભાઈ પંજાબીને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.ટી. ગોહિલ અને ટીમે પકડી લીધો હતો. આરોપી કપીલ અગાઉ વાપી, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ શહેર સહિતના જિલ્લાઓમાં જુગાર અને દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.
દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

યુવતીએ ગળા પર બ્લેડથી છરકા કરી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના નાના મવા રોડ રાજનગર-3 માં રહેતી યુવતીએ બપોરે પોતાની જાતે ગળા પર બ્‍લેડથી છરકા કરી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. સીમા મૂળ નેપાળની છે, તે અગાઉ મોલમાં કામ કરતી હોઇ સાથે કામ કરતાં યુવક સાથે પ્રેમ થઇ જતાં પાંચ વર્ષ પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. પતિ હાલ હીરા ઘસવાનું કામ કરે છે. માનસિક તકલીફ હોવાને કારણે આમ કર્યાનું તેણીના સગાએ કહેતાં પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

દેશી બનાવટના તમંચા સાથે શખ્સ ઝડપાયો.
દેશી બનાવટના તમંચા સાથે શખ્સ ઝડપાયો.

દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ રૂરલ SOGની ટીમે જસદણથી હિસ્ટ્રીશીટર જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલાને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. જસદણના વીંછિયા રોડ પર જકતનાકા પાસે શંકાસ્પદ જણાતા જયસુખ ઉર્ફે જેસાને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી આરોપીની ધરપકડ કરાઈ હતી અને રૂ.3 હજારની કિંમતનો તમંચો કબ્જે કરી આરોપી ક્યાંથી અને કોની પાસેથી આ હથિયાર લાવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આગવી ઢબે સરભરા કરતા આરોપીએ જણાવેલ કે છેલ્લા છ મહિનાથી વધુ સમયથી તેની પાસે આ તમંચો છે, શોખથી તેણે આ હથિયાર રાખ્યું હતું. ક્યાંથી લાવ્યો તે વિગત મેળવવા આરોપીના રિમાન્ડ મંગાશે અને વધુ તપાસ પોલીસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...