તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોવિજ્ઞાન ભવનનો સરવે:પરિવાર સાથે રહેતા 81% પુરુષ અને 63% મહિલા એકલતાનો અનુભવ કરે છે, 36% વડીલમાં યાદશક્તિ ઘટી જવાની બીમારી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 450 વૃદ્ધોની મુલાકાત લઇને સરવે કરાયો, 72 વડીલોએ કહ્યું કે હવે મોત આવી જાય તો સારું

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો એ 450 વૃદ્ધોની રૂબરૂ મુલાકાત અને કાઉન્સેલિંગ સેન્ટરમાં વ્યથા ઠાલવતા વૃદ્ધો સાથે વાતચીત કરીને એક સરવે કર્યો. જેમાં એવું તારણ નીકળ્યું છે કે, 81 ટકા વૃદ્ધ પુરુષ અને 63 ટકા વૃદ્ધ સ્ત્રી પરિવારની વચ્ચે રહીને પણ એકલતાનો અનુભવ કરે છે. 72% વૃદ્ધ ઈચ્છે છે કે હવે મોત આવી જાય તો બધી પળોજણ દૂર થાય. 45% વૃદ્ધ ખિન્નતા એટલે કે ડિપ્રેશનનો અનુભવ કરે છે. 54% વૃદ્ધો કોઈને કોઈ માનસિક સમસ્યાઓ ભોગવી રહ્યા છે. 36% વૃદ્ધ સ્મૃતિલોપનો એટલે કે યાદશક્તિ ઘટી જવાની બીમારી અનુભવી રહ્યા છે. 18% વૃદ્ધોને કાર્બન મોનોક્સાઈટ ગેસની ગંધ સૂંઘવી ગમે છે. આ ગેસ વધારે સૂંઘવાથી વ્યક્તિમાં સ્મૃતિલોપ આવી શકે છે. 45% વૃદ્ધોને બેકાર કે નિરર્થક જીવન જીવે છે એવું લાગી રહ્યું છે.

વૃદ્ધ વડીલોએ ઠાલવેલી પોતાની વ્યથા
કિસ્સો-1 : તમે કોઈને કહેતા નહીં મારો દીકરો અને વહુ અમને માંકડ મારવાની દવા પીવડાવવાની કોશિશ કરી ચૂક્યા છે. કામવાળીની જેમ ઘરમાં કામ કરીએ. ઘરમાં બધાના ખર્ચ પોસાય પણ મારી દવા અને બીજા કોઈ ખર્ચ મારા દીકરા વહુને પોસાતા નથી. એવું બોલે કે તમારા ભેગા કરેલા પૈસામાંથી ખર્ચ કરો.

કિસ્સો-2 : અમારે કોઈ સંતાન નહોતું તો એક બાળક દત્તક લીધું. ખૂબ પ્રેમ, કાળજી,લાડકોડથી ઉછેર કર્યો, ભણાવ્યા લગ્ન કરાવ્યા અને જેવી ગરજ પૂર્ણ થઈ તો હવે અમને એકલા મૂકી દીધા. હું ને મારી પત્ની બે જ હવે એકબીજાને સહારો દઈએ છીએ. મિલકત પણ હવે કઈ બચી નથી.

કિસ્સો-3 : મને કોરોના થયો હતો ત્યારે ડોક્ટર એ કહ્યું હતું કે, તમારે બધી દવા સમયસર અને ભોજન સરખું લેવું. બહુ ભૂખ્યું ન રહેવું. ઘરમાં કઈ ખાવાનું માગું તો ઘરમાં નથી ગમતું એવું સાંભળવા મળે કે વજન વધી જશે.

વડીલો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેવું જોઈએ
વડીલોને પોતાનાથી દૂર રાખવાના બદલે તેમના હાથ પકડવાની અને તેમની સાથે ભાવનાત્મક રૂપે જોડાવાની જરૂર છે કારણ કે, તેઓ આ સમયગાળામાં વધુ એકલતા અનુભવે છે. ઘરના સભ્યો પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે, તેમની સાથે વાત કરવાથી તે ફક્ત ખુશ થશે જ નહીં, પણ તેઓ પ્રેમનો અનુભવ કરશે. > ડો.યોગેશ જોગસણ, મનોવિજ્ઞાન ભવનના વડા

અન્ય સમાચારો પણ છે...