પ્રિકોશન ડોઝ પ્રત્યે ઉદાસનીતા:રાજકોટમાં 8.09 લાખ નાગરિકો ત્રીજા ડોઝ વિહોણા, તહેવારના દિવસોમાં કોરોના વકરવાની ભીતિ, છતાં લોકો બેજવાબદાર

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં ધામધુમથી ઉજવાતા તહેવારના દિવસો શરૂ થઇ રહ્યા છે અને પૂરા સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોર્ષ મેદાનમાં યોજાવાનો છે ત્યારે જ કોરોના અને સિઝનલ રોગચાળાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. પરંતુ વેક્સિનના ત્રીજા ડોઝ પ્રત્યે લોકોની ઉદાસીનતા સામે આવી રહી છે.હાલ રાજકોટમાં 8.09 લાખ નાગરિકોએ ત્રીજા ડોઝ લીધો નથી. જો લોકો જાગૃત નહીં થાય તો તહેવારમાં કોરોના સંક્રમણ વધવાનો ભય છે.

ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં જ સંક્રમણ વધ્યું છે
રાજકોટ મહાનગરમાં આખા દેશની સાથે તા.15 જુલાઇથી વેક્સિનનો ત્રીજો અને ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઇ હતી. લોકોના ધીમા ઉત્સાહ વચ્ચે વેક્સિનના સ્ટોકમાં વધઘટ થતી રહે છે. છતાં જેટલા લોકો વેક્સિન ડોઝ લેવા આવે છે તેના કરતા તો આરોગ્ય કેન્દ્રો પર વધુ સ્ટોક ઉપલબ્ધ જ હોય છે.આથી પહેલા અને બીજા ડોઝ માટે જે રીતે સરકાર અને મહાપાલિકાએ કેમ્પ સહિતના જનજાગૃતિના પ્રયાસો કર્યા હતા તેવા આયોજનોની ખોટ વર્તાય રહી છે. છેલ્લા બે વર્ષના અનુભવ પરથી ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં જ સંક્રમણ વધ્યાનો તંત્રને પણ અનુભવ છે. આથી લોકોને કોરોનાથી વધુ સુરક્ષીત કરવા હર ઘર તિરંગાની જેમ હર ઘર પ્રિકોશન ડોઝ જેવા કાર્યક્રમની તાતી જરૂર છે.

કોર્પોરેશનના રેકર્ડ પર એક નજર
મ્યુનિ. કોર્પોરેશનના રેકર્ડ પર નજર કરીએ તો તા.4 ઓગષ્ટની સ્થિતિએ રાજકોટમાં એકંદરે 20.66 ટકા લોકોએ વેક્સિનના ત્રણે ડોઝ લીધા છે. તમામ કેટેગરીમાં 10.20 લાખ લોકોનો ટાર્ગેટ ચોપડા પર છે જે સામે 2.10 લાખ નાગરિકોએ ત્રીજો ડોઝ લીધો છે. એટલે કે હજુ 8 લાખથી વધુ એટલે કે આઠ લાખ નવ હજાર નાગરિકો ત્રીજો ડોઝ લેવા આવતા નથી. મનપાના આરોગ્ય કેન્દ્રો પર ગઇકાલે પણ સાત હજારની સરેરાશમાં વેક્સિનેશન થયું હતું.

11.63 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે
રાજકોટમાં 21513 હેલ્થ વર્કરના ટાર્ગેટ સામે 99.35 ટકા એટલે કે 21374 આરોગ્ય કર્મીએ ત્રણે ડોઝ લઇ લીધા છે. આ જ રીતે 14406 ફ્રન્ટલાઇન વર્કર સામે 97.85 ટકા એટલે કે 14096એ પ્રિકોશન ડોઝ લઇ લીધો છે. 60 વર્ષ ઉપરના 1.48 લાખ જેટલા લોકો સામે 78 હજાર (52.60 ટકા)એ ત્રીજો ડોઝ લીધો છે. તો સરકારે ફ્રી કર્યા બાદ પણ 18 થી 59 વર્ષ વચ્ચેના 8.35 લાખ પૈકી માત્ર 97 હજાર એટલે કે 11.63 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે.

શહેરમાં પ્રિકોશન ડોઝનું સ્ટેટસ

કેટેગરીકુલ લક્ષ્યાંકરસીકરણટકાવારીબાકી
હેલ્થ વર્કર215132137499.35139
ફ્રન્ટલાઇન144061409697.85310
60+ સીટીઝન1483717804352.6070328
18થી 59 વર્ષ8358229720911.63738613
કુલ102011221072220.66809390