તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હુડકો ક્વાર્ટરમાં જુગાર રમતી 8 મહિલા પકડાઇ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના હુડકો ક્વાર્ટરમાં મધુબેન પ્રવીણભાઇ ભટ્ટી નામની મહિલાના મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા મધુબેન ઉપરાંત સોનલ સંજયભાઇ કાંજિયા, સોનલ લલિતગીરી ગોસ્વામી, સંગીતા મહિપતભાઇ શિંગાળા, જયશ્રી સુરેશભાઇ જાદવ, વર્ષા કેશુભાઇ ચાવડા, મનીષા જયસુખભાઇ ભટ્ટી અને વનિતા બાલાભાઇ ચાવડાને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.4980ની રોકડ કબજે કરી છે. દરોડા સમયે મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું ન હોય પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...