રેલવે મુસાફરીને અસર:સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનની 8 ટ્રેન રદ કરવામાં આવી

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સોલાપુર ડિવિઝનના દાઉન્ડ-કુરુદવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે તાત્કાલિક અસરથી 9 ઓગસ્ટ સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર DCM અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેન રદ કરવામાં આવી છે.

કઈ તારીખે કઈ ટ્રેન રદ કરાઇ
1. ટ્રેન નં. 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 6, 8 અને 9 ઓગસ્ટના રોજ રદ
2. ટ્રેન નં. 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ 8, 10 અને 11 ઓગસ્ટના રોજ રદ
3. ટ્રેન નં. 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 5 ઓગસ્ટના રોજ રદ
4. ટ્રેન નં. 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 7 ઓગસ્ટના રોજ રદ
5. ટ્રેન નં. 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 9 ઓગસ્ટના રોજ રદ
6. ટ્રેન નં. 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 10 ઓગસ્ટના રોજ રદ
7. ટ્રેન નં. 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 5 ઓગસ્ટના રોજ રદ
8. ટ્રેન નં. 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 7 ઓગસ્ટના રોજ રદ

પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.જેનું શેડ્યુલ નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 19575 ઓખા - નાથદ્વારા એક્સપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે 12.41 વાગે પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા પહોંચશે. આ ટ્રેન 10મી ઓગસ્ટ, 2022થી આગળની સૂચના સુધી ચાલશે.
  • એ જ રીતે ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 વાગ્યે અને ઓખા સાંજે 18:55 વાગે પહોંચશે. આ ટ્રેન 11 ઓગસ્ટ, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે.
  • આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ અને માવલી​​સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
  • આ ટ્રેનમાં કુલ 23 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 9 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે.
  • ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વાર એક્સપ્રેસમાં ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટ, 2022થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
અન્ય સમાચારો પણ છે...