લોકો પરેશાન:વરસાદે વિરામ લીધાના 3 દી’ બાદ હજુ 8 રસ્તા બંધ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લામાં બંધ રસ્તાથી લોકો પરેશાન

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી જિલ્લાના અનેક રસ્તાઓ બંધ થયા હતા. જિલ્લાના 8 રસ્તા હજુ પણ બંધ હાલતમાં છે. રસ્તાઓ બંધ થવાનું કારણ કોઝવે છે. કોઝવે પર ડેમના પાણી ફરી વળતાં રસ્તા બંધ થઈ જાય છે. પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તા બંધ છે. જેમાં સૌથી વધુ પડધરી તાલુકાના 3 રસ્તા બંધ છે. જ્યારે જસદણના 2 તેમજ ગોંડલ, ઉપલેટા અને જેતપુરનો એક- એક રસ્તા બંધ છે. જોકે તમામ રસ્તાઓ બંધ હોવાનું કારણ કોઝવે છે. ઉપરવાસનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળે છે.

જેથી રસ્તો બંધ થઈ જાય છે. જેમાં ખોડાપીપરથી ડેમ સાઈટના રોડના કોઝવે પર પાણી ભરાતા રસ્તો બંધ છે. આ કોઝવે પર 2થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ રહે છે. રંગપરથી સરપદળ વચ્ચેના કોઝવે પર ન્યારી ડેમના પાણી ફરી વળતાં રસ્તો બંધ છે. ન્યારા ખંભાળાથી ઢોકળિયા વચ્ચે પણ એજ સ્થિતિ છે. જ્યારે ગોંડલના સુરેશ્વરથી ધારેશ્વર વચ્ચેનો રસ્તો તેમજ ઉપલેટાના ગઢડાનો રસ્તો પણ ડેમના પાણી કોઝવે પર ભરાતા બંધ છે.

અન્ય સમાચારો પણ છે...