તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:રાજકોટમાં કોરોનાથી વધુ 8 મોત, ફેફસામાં પાણી અને લોહી ગંઠાઈ જવું બે જ મુખ્ય જીવલેણ કારણ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નરેન્દ્ર જોશી, સિવિલમાં દાખલ દર્દી - Divya Bhaskar
નરેન્દ્ર જોશી, સિવિલમાં દાખલ દર્દી
 • કોરોનાના કેસમાં વધારો થવાની સાથે હવે મૃતાંક પણ વધવા લાગ્યો
 • છ મહિના પહેલાની સ્થિતિએ પહોંચ્યું રાજકોટ
 • સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ હાઉસફૂલ થવા લાગ્યા
 • ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી

રાજકોટમાં સતત બીજા દિવસે માત્ર 24 જ કલાકમાં 8 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધારે અસર સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે કારણ કે ખાનગી હોસ્પિટલની સંખ્યા ઓછી થતા હવે મોટાભાગના દર્દીઓ ત્યાં જ એડમિટ થઈ રહ્યા છે અને આઈસીયુ દર્દીઓથી ભરાઈ જતા બીજા વિભાગો આઈસીયુમાં ફેરવવામાં આવી રહ્યા છે.

તબીબો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું છે કે જે લોકોનાં મોત થાય છે તેમાં સૌથી મોટું કારણ એઆરડીએસ છે. એટલે કે તેમના ફેફસામાં પાણી ભરાઈ જવાથી ફેફસા ડેમેજ થાય છે અને શ્વાસ લઈ શકાતો નથી. વેન્ટિલેટર હોવા છતાં ફેફસા કામ કરતા નથી અને મોત નીપજે છે. બીજા મોટા કારણમાં હાર્ટએટેક છે. કોરોનાને કારણે લોહી ગંઠાઈ જાય છે અને લોહીના ગઠ્ઠાને કારણે હૃદયરોગ આવી જાય છે. આ બે કારણોથી જ લોકોના જીવ જાય છે.

પોઝિટિવ આવ્યા બાદ તબિયત બગડી, 24 કલાકથી ઓક્સિજન પર

નરેન્દ્ર જોશી, ના જણવ્યા પ્રમાણે ‘હુ 24 તારીખે ભાવનગરથી આવ્યો હતો અને સાંજે 4:30 કલાકે થોડો આરામ કરવા સૂતો હતો. 5 વાગ્યે ઉઠ્યો ત્યારે શરીરમાં થોડી કળતર થતી હતી અને ગળું બળતું હતું. બહારનું ખાધું હશે એટલે ગળુ ખરાબ થયાનુ માની અમારા ફેમિલી ડોક્ટર પાસે ગયો હતો. જો કે તેમણે તુરંત કોવિડ ટેસ્ટ કરાવવા કહ્યું. એન્ટિજન ટેસ્ટ કરાવતા જ પોઝિટિવ આવ્યો હતો. લક્ષણો ઓછા હતા પણ મને એમ થયું કે એકવાર સિવિલ જઈએ એટલે બીજા દિવસે સવારે સિવિલ ગયો ત્યાં ઓક્સિજન ચેક કરતા 80 જેટલું જ આવ્યું હતું જે જોઈને સ્ટાફ ચોંકી ગયો અને તુરંત માસ્ક પહેરાવી આઈસીયુમાં લઈ ગયા જ્યાં 24 કલાકથી ઓક્સિજન પર છું. મારી સાથેના ઘણા દર્દીઓ ઓક્સિજન પર છે અને અમુકની હાલત પણ ગંભીર છે જો કે મને ડોક્ટરે કહ્યુ છે કે હાલત સુધરતી જાય છે એટલે આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં જલદી શિફ્ટ કરી દેવાશે’

રાજકોટમાં કોરોનાના નવા 164 પોઝિટિવ
રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 160 કરતા વધુ નોંધાયા છે. શહેરમાં 139 અને ગ્રામ્ય વિસ્તારમાં 25 કેસ આવ્યા છે. આ સાથે કુલ કેસ 25663 થયા છે જેમાંથી 820 એક્ટિવ કેસ હોવાનું તંત્રે જણાવ્યુ છે. એક્ટિવ કેસમાંથી પણ 301 હોસ્પિટલાઈઝ છે જ્યારે 519 હોમ આઈસોલેટ થઈને સારવાર મેળવી રહ્યા છે. કોરોનાના નવા કેસની સંખ્યા માત્ર એક જ સપ્તાહમા બમણી થવા લાગી છે અને હજુ એપ્રિલ માસના મધ્ય સુધી આવી જ સ્થિતિ અથવા તો તેના કરતા પણ વધારે કેસ નોંધાય તેવી વકી તબીબો જણાવી રહ્યા છે.

થોડું ચાલવાથી પણ શ્વાસ ચડે એ ફેફસામાં પાણી ભરાયાનાં લક્ષણો
પોઝિટિવ હોય અને સતત તાવ રહે જે ઉતરતો ન હોય, ઉધરસ પણ બંધ ન થાય, થોડુ પણ ચાલો અથવા કામ કરતો ત્યાં શ્વાસ ફુલાઇ જાય કે પછી છાતીમાં ભારે લાગે તો તુરંત તબીબનો સંપર્ક કરવો કારણ કે આ બધા રોગ ગંભીર બન્યાના લક્ષણો છે. કોરોના વાઇરસમાં લોહી જાડું થઈ જાય છે અને ગઠ્ઠા થઈ જાય છે આ કારણે ઘણી તકલીફો થાય છે. જેમ કે હૃદયની જમણી બાજુ આવા લોહીને કારણે દબાણ વધતું જાય છે બીજા અવયવો પણ સતત દબાણમાં કામ કરે છે.

જ્યારે પણ કોઇ આંતરિક અવયવો સતત દબાણમાં હોય ત્યારે ફેફસાની દીવાલની બહારની બાજુ પાણી ભરાવા લાગે છે અને તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છાતી ભારે લાગે, થોડુ ચાલે તો પણ શ્વાસ ફુલાય આ બધા ફેફસામાં પાણી તેમજ લોહી ગંઠાઈ જવાના લક્ષણો છે. આ સ્થિતીમા જો વહેલી સારવાર કરાય તો દર્દીઓ સ્વસ્થ થઈ શકે છે પણ હોસ્પિટલ સુધી મોડા પહોંચે તો સ્થિતિ ગંભીર બની શકે છે. - ડો. જયેશ ડોબરીયા, ફેફસાંના રોગના નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો