આરોગ્ય વિભાગના દરોડા:રાજકોટમાં શ્યામ ડીલક્સમાંથી 8 લીટર એક્સપાયર થયેલ ઠંડુ પીણું મળ્યું, સ્થળ પર નાશ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુપ્લિકેટની શંકાએ, માહી બ્રાન્ડના દૂધના 2 સેમ્પલ લેવાયા
  • ફૂડ વિભાગનું 30 પાનની દુકાનમાં ચેકિંગ, 13ને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લક્ષ્મીવાડી, ગાયત્રીનગર મેઇન રોડ, અટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઢેબર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં પુજારા પ્લોટ, લક્ષ્મીવાડી ક્વાટર સામે આવેલ શ્યામ ડીલક્સ નામની પાનની દુકાનમાંથી 8 લીટર એક્સપાયર થયેલ ઠંડુ પીણું મળી આવ્યું હતું. જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

આ સ્થળોએ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી
આજે ફૂડ વિભાગ જનતા પાન કોલ્ડ્રિંક્સ, ખોડિયાર પાન કોલ્ડડ્રિંક્સ, શિવ પાન કોલ્ડ્રિંક્સ, મોમાઈ ડિલક્સ, શ્યામ ડિલક્સ, ચામુંડા કોલ્ડ્રિંક્સ, ત્રિશુલ કોલ્ડ્રિંક્સ, રાજદીપ પાન કોલ્ડ્રિંક્સ, સોના પાન કોલ્ડ્રિંક્સ, બંસીધર પાન કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના પાન કોલ્ડ્રિંક્સ અને ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

માહી બ્રાન્ડના દૂધના 2 સેમ્પલ લેવાયા
આ ઉપરાંત આજે કુલ 30 પાનની દુકાનમાં ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે મનપા દ્વારા આલાપ હેરીટેજ સામે આવેલ એ ટુ ઝેડ ડ્રાય ફ્રુટ નામની દુકાનમાંથી માહિ સુપર ગોલ્ડ અને માહિ તાઝા ટોન્ડ મિલ્કના નમૂના લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...