શિયાળો આવતા જ લોકોના ઘરમાં ડ્રાયફ્રૂટ્સનું અનેરૂ સ્થાન હોય છે. ઘરે શુદ્ધ ઘી ઉમેરીને ડ્રાય ફ્રુટ્સ હલવો અને લાડુ બનાવવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સમાં પોષક તત્ત્વો ભરપૂર હોય આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ પણ સૂકોમેવો ખાવાની સલાહ આપે છે. ત્યારે રાજકોટમાં વૈશાલીનગરમાં આવેલ શ્રધ્ધા પ્રોવિઝન નામની દુકાનમાંથી 8 કિલો ખજૂર અને 10 કિલો નમકીનનો વાસી જથ્થો મળી આવ્યો હતો. તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.જયારે ચાની ભૂકી, કસાટા કેક, બ્લેક ફોરેસ્ટ કેક, સીંગતેલ સહિતના પાંચ નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ
તંત્ર દ્વારા શ્રધ્ધા પ્રોવીઝન, વૈશાલી નગર, મેઇન રોડ, રેલ્વેના પાટા સામે, રૈયા રોડ ખાતે ચકાસણી કરવામાં આવી હતી જેમાં પેકિંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરના ખજૂર(1 કિલો પેક) 8 કિલો તથા પેક નમકીનનો જથ્થો 10 કિલો મળી આવતા કુલ 18 કિલો માલનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ અપાઇ છે.
દબાણ હટાવ ઝુંબેશ વેગમાં,32 રેંકડી અને 2053 કિલો શાકભાજી જપ્ત
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 26 થી 31 દરમ્યાન જુદા જુદા રોડ પરથી 32 રેંકડી-કેબીન, પશુઓને નાંખવાનો 70 કિલો ચારો, 2053 કિલો શાકભાજી-ફળ અને 85 જેટલા બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માધાપર ગામ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી તમાકુનું વેચાણ કરતાં દુકાનદારોને 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.