તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાડીમાં જુગાર રમતા 8 ઝડપાયા, રૂા. 7.31 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તરઘડીની સીમમાં બે દિવસથી જુગાર ચાલુ કર્યો હતો

રાજકોટની ભાગોળે તરઘડીની સીમમાં વાડીમાં ચાલતા જુગાર પર જિલ્લા પોલીસની એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા વાડીમાલિક સહિત 8 શખ્સને ઝડપી લઇ કુલ રૂ.7,31.600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તરઘડીમાં આવેલી ગિરિશ કાનજી ફળદુની વાડીના મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતાં એલસીબીના પીઆઇ એ.આર.ગોહિલ સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે જુગાર રમી રહેલા રાજકોટના કોઠારિયા રોડ પરના શ્યામપાર્કના અશોક નાથા ઉનડકટ, વાડીમાલિક ઓમનગરના ભવનાથપાર્કમાં રહેતા ગિરિશ ફળદુ, પીરવાડી પાછળના અક્ષરા તીર્થના કિરીટ હરિ સરવૈયા, ખોડિયાર સોસાયટીના નરેન્દ્રસિંહ ખોડાજી ગોહેલ, સત્યમપાર્કના હસમુખ મગન પિત્રોડા, ખીરસરાના અતુલ પાલા સાગઠિયા, જીવરાજપાર્કના રમેશ બાબુલાલ ઉનડકટ અને મોટાવડાના મુકેશ દિનેશ રાઠોડને ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.61100, 8 મોબાઇલ અને બે કાર સહિત કુલ રૂ.7,31,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગિરિશ ફળદુએ પોતાની વાડીમાં જુગાર ચાલુ કર્યો હતો અને હસમુખ પિત્રોડા તથા અતુલ સાગઠિયા પોતાની કાર લઇને જુગાર રમવા જતા હતા.

બે દરોડામાં બે મહિલા સહિત 7 પકડાયા
ચુનારાવાડ-2માં કેટલાક શખ્સો રવિવારે જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતીના આધારે પોલીસે રતન માનસીંગ સોલંકી, રમા ગોરધન જંજવાડિયા, પાચા બચુ રાઠોડ, લાખા કાળુ ચૌહાણ, રવજી બચુ રાઠોડને રોકડા રૂ.5130 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે. જ્યારે સોનીબજારમાં બે શખ્સ વિદેશી દારૂ સાથે ઊભા હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે કુલદીપ વિનોદ નગવાડિયા અને જિતેન્દ્ર ભરત બારૈયાને દારૂની 10 બોટલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...