તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:તીનપત્તી અને વરલીનો જુગાર રમતા 8 પકડાયા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના જુદા જુદા ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી તીનપત્તી તેમજ વરલીનો જુગાર રમતા-રમાડતા આઠ શખ્સને પકડી પાડ્યા છે. પોલીસે ત્રણ સ્થળોથી 31 હજાર રોકડા જપ્ત કર્યા છે.

ગોંડલ રોડ, લોધેશ્વર સોસાયટી-4માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મિલન ઉર્ફે વાઘ ચંદ્રકાંત ધામેચા, દીપક મનુ નકુમ, જાહીદ ગુલામહુશેન ઠેબા, બાબુ અમૃત ઝરિયાને રોકડા રૂ.10,150 સાથે માલવિયાનગર પોલીસે પકડી પાડ્યા હતા.

આ ઉપરાંત લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે વરલી ફીચરનો જુગાર રમાડતા શાંતિલાલ ઉત્તમભાઇ સાળુંકે, ધીરજલાલ ધરમશી ભાખડ, અશોક ઉર્ફે કાનો મનહર ડોડિયાને રોકડા રૂ.21,750 તેમજ સાહિત્ય સાથે અને કોઠારિયા સોલવન્ટમાં હિતેષ ઉર્ફે લાલો દાનસીંગ ઝાલાને રોકડા રૂ.1480, મોબાઇલ તેમજ વરલી જુગારના સાહિત્ય સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો