તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:સિન્ડિકેટની ચૂંટણીનું 7મીએ જાહેરનામું, મોટાભાગની બેઠક બિનહરીફ થવાની વકી

રાજકોટ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જનરલ, પ્રિન્સિપાલ અને ટીચર્સની બેઠકના સિન્ડિકેટ સભ્યો મહદંશે ફાઈનલ થઇ ગયા છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનારી સિન્ડિકેટની ચૂંટણીનું જાહેરનામું આગામી તારીખ 7 એપ્રિલ સુધીમાં જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સિન્ડિકેટની ચૂંટણીની સાથે સાથે જુદી જુદી ફેકલ્ટીના ડીન અને અધરધેન ડીનની ચૂંટણીનું પણ જાહેરનામું બહાર પડાશે. ચૂંટણી સંભવત આગામી તારીખ 28-29 એપ્રિલ દરમિયાન યોજાશે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચૂંટણી માત્ર ઔપચારિક જ રહેશે કારણ કે, સિન્ડિકેટની જુદી જુદી કેટેગરી પૈકી જનરલ બેઠક, પ્રિન્સિપાલની બેઠક અને ટીચર્સની બેઠક પર કોને બેસાડવા તે ફાઈનલ થઇ ગયું છે. સરકાર નિયુક્ત અને એકેડેમિક કાઉન્સિલ ટુ સિન્ડિકેટના સભ્યો જ નિયુક્ત કરવાના બાકી રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 સિન્ડિકેટ સભ્યો તેમજ ડીન અને અધરધેન ડીનના 28 સભ્યની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. સિન્ડિકેટની જનરલની બેઠક પર એક કોંગ્રેસના અને ચાર ભાજપના સભ્યો લડશે જેમાં કોંગ્રેસમાંથી હરદેવસિંહ જાડેજા જ્યારે ભાજપના ચાર સભ્યોમાં ડૉ. ભરત રામાનુજ, ડૉ. ભાવિન કોઠારી, ડૉ. ગિરીશ ભીમાણી અને નેહલ શુક્લની પ્રબળ સંભાવના છે.

જ્યારે આચાર્યની બેઠક પર એક ભાજપ અને એક કોંગ્રેસના સભ્યો રહેશે જેમાં ડૉ. ધરમ કાંબલિયા અને રાજેશ કાલરિયા રહેશે. જ્યારે ટીચર્સની બેઠક પર ડૉ. મેહુલ રૂપાણી ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે કદાચ તમામ બેઠક બિનહરિફ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો