તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદોનું નિવારણ:રાજકોટ જિલ્લા પંચાયતની એપ્લિકેશનમાં 3 દિવસમાં 750 લોકોએ ફરિયાદ નોંધાવી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પ્રજાના પ્રશ્નો નામની એપ્લિકેશન બનાવામાં આવી છે જેનો સંપૂર્ણ ખર્ચ પંચાયતના પ્રમુખ દ્વારા વ્યક્તિગત ભોગવવામાં આવ્યો છે. જિલ્લના 594 ગામમાં આ એપ્લીકેશન અંગે માહિતી મળી રહે તે માટે 11 ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે ટીમ દરેક તાલુકાના દરેક ગામડાં સુધી પહોંચશે અને લોકોને આ એપ્લિકેશન અંગે માહિતગાર કરશે. આ તકે બુધવાર સુધી 1472 લોકોએ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે અને ગણતરીના 3 દિવસમાં જ 750 જેટલી પ્રાથમિક ફરિયાદ આવી છે, જેમાં રોડ-રસ્તા, પાણી અને લાઈટનો પ્રશ્ન સતત સતાવી રહ્યો છે. આ મુદ્દા અંગે માહિતી આપતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, જે ફરિયાદો આવશે તેની માહિતી દિવસના અંતે મળી રહેશે અને તેને જેતે વિભાગ હસ્તે ફરિયાદોનું નિવારણ લાવવામાં આવશે.

હવે પ્રશ્ન એ છે કે, જો ગણતરીના 3 દિવસમાં 750 જેટલી ફરિયાદ આવી હોય તો તેનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે લાવવામાં આવશે? તેનું આયોજન શું ? એ પ્રશ્નો ઊભા થયા છે. બીજી તરફ સમસ્યાનું નિવારણ કેટલા દિવસોમાં આપવામાં આવશે તેનો પણ હજુ કોઈ સચોટ ઉકેલ આપવામાં આવ્યો નથી, આ પ્રકારની ઘણી એપ્લિકેશન બનેલી છે.

અન્ય સમાચારો પણ છે...