ઈન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોજિસ્ટની 27મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મુખ્ય થીમ સાથે મેસરા (રાંચી) ખાતે પ્રારંભ થયો છે જે 19 નવેમ્બર સુધી યોજાશે. દેશ-વિદેશના આંતરરાષ્ટ્રીય ઔષધ વિજ્ઞાન ડ્રગ ડિસ્કવરી, બાયોઈન્ફોર્મેટિક્સ, બાયોટેક્નોલોજી, વેક્સિન સંશોધન તેમજ ફાર્માસ્યૂટિકલ સંશોધનના 750 જેટલા તજજ્ઞ તેમજ ડેલિગેટ ઉપસ્થિત રહેશે.
કેન્સરના વિવિધ સ્વરૂપો સામે આવેલી નવી સંશ્લેષિત દવાઓ અંગે ડૉ. કેશવદેવ, એન્ટિ બાયોટિક્સની ઘટેલી અસરકારકતા અને ડ્રગ રેસિસ્ટન્ટસ અંગે અમેરિકાના ડૉ. રમેશ બોગા, ટી.બી. અંગે કુવૈત યુનિવર્સિટીના ડૉ. અબુ સલીમ મુસીફા, કેન્સર ડ્રગ ડિલિવરી માટે નેનોટેક્નોલોજી અંગે બીટ્સ (રાંચી)ના પ્રો. મોનિકા દ્વિવેદી ચાવીરૂપ પ્રવચન આપશે. તદ્ઉપરાંત કેન્સર, ટી.બી., એચ.આઈ.વી., ઓબેસિટી અને ડાયાબિટીસ સહિતના લાઈફસ્ટાઈલ ડિસીઝ સામે આવેલી નવી દવાઓ અંગે ચર્ચા થશે.
કુલ 27 જેટલા વૈજ્ઞાનિક સત્રોમાં સમાંતર ઓડિટોરિયમમાં સવારે 9થી સાંજે 7 સુધી અનેક તજજ્ઞોના વ્યાખ્યાન યોજાશે. તેમાં કુલ 63 નિમંત્રિત વ્યાખ્યાનો, ઉપરાંત 62 જેટલા ઓરલ પ્રેઝન્ટેશન તેમજ 125થી વધુ પોસ્ટર સંશોધકો દ્વારા રજૂ કરવામાં આવે છે. દેશના પ્રમુખ વૈજ્ઞાનિકો દ્વારા 30-40 મિનિટના ડ્રગ ડિસ્કવરી ઉપરના તેમજ નવા સંશોધનો પર વ્યાખ્યાન આપશે.
યુ.એસ.એ, કુવૈત, યુરોપ સહિતના દેશોમાંથી હાજર રહેનાર 750 ડેલિગેટમાંથી ઉપસ્થિત પૈકીમાં દર ત્રણ ડેલિગેટમાંથી એક વક્તા, સંશોધક કે ઓરલ સ્પીકર કે પોસ્ટર પ્રેઝન્ટર તરીકે ઉપસ્થિત હશે. ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સહિત દેશની 40થી વધુ યુનિવર્સિટીના એક્સપર્ટ પણ ઉપસ્થિત રહી વ્યાખ્યાન આપશે અને પોતાના સંશોધનો રજૂ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.