રાજકોટમાં દસ્તાવેજોનું અનોખું કલેક્શન:75 વર્ષ પહેલા નાના રજવાડાઓ પોતાના દસ્તાવેજ બનાવતા, ધર્મ, કલા, સાહિત્યના ચિત્રો છપાવતા

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્તાવેજોની કિંમત પરથી તે રાજયની આર્થિક સદ્ધરતાનો ખ્યાલ આવે છે - Divya Bhaskar
સ્તાવેજોની કિંમત પરથી તે રાજયની આર્થિક સદ્ધરતાનો ખ્યાલ આવે છે
  • જૂનાગઢ પરિવહન નિગમમાં ફરજ બજાવતા રમેશ ગોસાઈ પાસે છે આ પ્રત્યેક દસ્તાવેજોનું કલેક્શન

કલેક્શનનો ચસકો એક વાર લાગે પછી વ્યક્તિ એમાં વધુને વધુ ઊંડો ઉતરતી જાય છે. ત્યારે જૂનાગઢ પરિવહન નિગમમાં ફરજ બજાવતા રમેશ ગોસાઈ પાસે છે રાજા રજવાડાઓના એન્ટિક દસ્તાવેજોનું અનોખું કલેક્શન.., તેમણે આ 'દેશી રજવાડાના દસ્તાવેજો'નું અનોખું કલેક્શન રાજકોટમાં જયુબેલી ગાર્ડન સ્થિત વોટ્સન મ્યુઝિયમમાં 7 દિવસ માટે રાજકોટની જનતા માટે રજૂ કર્યું હતું.

સૌરાષ્ટ્રથી લઈને ભોપાલ સ્ટેટ સુધીના દસ્તાવેજોનું કલેક્શન
રમેશભાઈ ગોસાઈ જુના સિક્કાઓ, નોટ, પોસ્ટ કાર્ડ, માચીસ બોક્ષ લેબલ, રાજાશાહીના સ્ટેમ્પ, પોસ્ટેજ સ્ટેમ્પ, ભારતીય ચલણ, રાજાઓની તસવીરો, એન્ટીક ચીજ-વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવે છે. પોતાના આ શોખ અંગે તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે સૌરાષ્ટ્ર સહીત ગાયકવાડ, મૈસુર, હૈદરાબાદ, પતિયાલા, જેસલમેર, ઉદયપુર, ભોપાલ સહિતના સ્ટેટના દસ્તાવેજોનું કલેક્શન છે, જે રાજાશાહી સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક જેવી ઘણી બાબતોનો નિર્દેશ કરે છે.. એક આનો એટલે કે એક રૂપિયોનો 16મો ભાગ આજે ચલણમાં નથી, પરંતુ આઝાદી પૂર્વે એટલે કે 75 વર્ષ પહેલા એક આનો, ચાર આના કે આઠ આનાનું મૂલ્ય અમૂલ્ય હતું.

જૂનાગઢ પરિવહન નિગમમાં ફરજ બજાવતા રમેશ ગોસાઈ
જૂનાગઢ પરિવહન નિગમમાં ફરજ બજાવતા રમેશ ગોસાઈ

ચિન્હો પરથી રાજાનો શોખ જાણી શકાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વોટસન મ્યુઝીયમમાં પ્રદર્શિત દસ્તાવેજોની કિંમત પરથી તે રાજયની આર્થિક સદ્ધરતાનો ખ્યાલ આવે છે. રજવાડાં અને બ્રિટીશ ઇન્ડીયાના દસ્તાવેજોમાં એક આનો, બે આના, ત્રણ આના, ચાર આના, આઠ આના તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ રૂપિયા દર્શાવેલા છે. દસ્તાવેજો પરના સ્ટેટના ચિન્હો પરથી રાજાનો શોખ તેમજ રાજા ધર્મ, કલા, સાહિત્ય, પર્યાવરણ અને પ્રાણી પ્રેમ અંગે જાણી શકાય છે.

રજવાડાઓ પાસે પ્રિન્ટિંગ પ્રેસ હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સ્ટેમ્પ પેપર અંગે વધુ માહિતી આપતા રમેશભાઈ જણાવે છે કે, મોટા રજવાડાઓ પાસે પ્રિન્ટિંગ પ્રેસ રહેતા, જયારે નાના રજવાડાઓ તેમની પાસે સ્ટેમ્પ પેપર, પોસ્ટકાર્ડ સહિતની સામગ્રી છપાવતા. સ્ટેમ્પ પેપર પર ગુજરાતી, હિન્દી, ફારસી, ઉર્દુ, દેવનાગીરી લિપિમાં લખાણ કરવામાં આવતું હતું.

વોટ્સન મ્યુઝિયમમાં 7 દિવસ માટે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
વોટ્સન મ્યુઝિયમમાં 7 દિવસ માટે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

દસ્તાવેજ આઝાદી બાદ સરકારે માન્ય રાખ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,તે સમયે કાગળના દસ્તાવેજ પ્રિન્ટ ઉપરાંત તામ્રપત્ર તેમજ શીલાલેખ પર અંકિત કરવામાં આવતા. કેટલાક રાજાઓ દ્વારા ધાર્મિક સંસ્થાઓ, મંદિર તેમજ પૂજારીઓને આપેલી જમીનના દસ્તાવેજ હજુ પણ માન્ય રાખવામાં છે. બ્રિટિશરો દ્વારા ડાંગ દરબારને વિશેષ અધિકારો આપેલા હતાં, જે આઝાદી બાદ સરકાર દ્વારા માન્ય રાખ્યા હતાં

સમૃદ્ધ સ્ટેટને 21 તોપોની સલામી આપવામાં આવતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટેમ્પ પેપર પર જમીન,મકાન લે -વેચ, ભાડા કરાર દસ્તાવેજો તે સમયે રાજાઓ દ્વારા નિયુક્ત કરાયેલા મુનીમ, કારભારી કે નગરશેઠ દ્વારા તૈયાર કરવામાં આવતા, જેના પર સ્ટેટનું સીલ મારવામાં આવતું. આ પેપરની આવક રાજ્યની તિજોરીમાં જમા થતી. વધુ સમૃદ્ધ સ્ટેટને 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.