અભિયાન:રાજકોટના 75 હજાર વિદ્યાર્થી પરિવાર પાસે વ્યસન છોડવાનું વચન માગશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્માકુમારીઝ સંસ્થાનું 24 જુલાઇ સુધી અભિયાન

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારીઝ વ્યસન મુક્તિ ઝુંબેશ ચલાવી રહ્યું છે. આજનો યુવાન અને સ્કૂલના બાળકો વધતા જતા વ્યસનના શિકાર બની રહ્યા છે. આગામી તારીખ 24 જુલાઈ સુધી ચાલનારા આ અભિયાનમાં 200થી વધુ શાળામાં 75,000થી વધુ વિદ્યાર્થીને વ્યસન મુક્તિ અર્થે જાગૃત કરવાનું લક્ષ્ય છે.

હાલમાં દરરોજ 8થી 10 શાળામાં 20 બ્રહ્માકુમારીઝ બહેનો જઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કેળવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવચન, પ્રદર્શન, પ્રોજેક્ટર કે ગીત-સંગીત, ચિત્રો, મેડિટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને આ વ્યસન મુક્તિની માહિતી આપવામાં આવી રહી છે. બ્રહ્માકુ

મારીઝ દ્વારા આ અભિયાન 24 જૂનથી શરૂ કરવામાં આવ્યું છે અને હજુ આગામી 24 જુલાઈ સુધી ચાલશે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને એક્ટિવિટી આપવામાં આવે છે કે તેઓ માતા-પિતા, ભાઈઓ તથા અન્ય સભ્યોની મદદથી ‘મારું શહેર વ્યસન મુક્ત શહેર’ વિષય ઉપર એક સુંદર ચિત્ર બનાવે. ચિત્ર બનાવનારને બ્રહ્માકુમારીઝ સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. બ્રહ્માકુમારીઝના બહેનો શાળાએ જઈને વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિનું માર્ગદર્શન આપી શપથ લેવડાવશે.

અન્ય સમાચારો પણ છે...