ધો.10નું રિઝલ્ટ:રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ, રાજ્યમાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80%, 0%વાળી 6 સ્કૂલ અને 100%વાળી 30 સ્કૂલ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 2020માં 64.08 ટકા પરિણામ સામે આ વખતે 8.78 ટકા વધુ
  • રાજકોટ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ મોટી પાનેલી કેન્દ્રનું 39.36%

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જેમાં રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0 ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે. 2020માં રાજકોટ જિલ્લાનું 64.08 ટકા પરિણામ હતું. આથી 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે.

રાજકોટ જિલ્લામાં ગ્રેડવાઈઝ વિદ્યાર્થીઓની સંખ્યા
રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 1561, A2 ગ્રેડમાં 4562, B1 ગ્રેડમાં 6637, B2 ગ્રેડમાં 7293, C1 ગ્રેડમાં 6110, C2 ગ્રેડમાં 2263, D ગ્રેડમાં 73, E1* ગ્રેડમાં 0, E1 ગ્રેડમાં 5446 અને E2 ગ્રેડમાં 5170 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામવાળી સ્કૂલની સંખ્યા 69 છે.

સ્ટેશનરીનો વ્યવસાય કરતા હિમાંશુભાઈ મહેતાના પુત્રએ 99.88 PR મેળવ્યા.
સ્ટેશનરીનો વ્યવસાય કરતા હિમાંશુભાઈ મહેતાના પુત્રએ 99.88 PR મેળવ્યા.

સ્ટેશનરીનો વ્યવસાય કરતા પિતાનો પુત્ર ચમક્યો
રાજકોટની પી.વી. મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા આર્ય મહેતાએ 99.88 PR સાથે 95.68% હાંસલ કર્યા છે. તેમના પિતા હિમાંશુભાઈ સ્ટેશનરીનો વ્યવસાય કરે છે. પોતાની મહેનત અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા આર્ય મહેતાએ જણાવ્યું હતું કે, મને સાયન્સ અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત થયા છે. મારા અભ્યાસની વાત કરીએ તો હું દરરોજ 6થી 8 કલાક અભ્યાસ કરતો હતો. ગત વર્ષે કોરોનાની ત્રીજી લહેર આવી હતી. ત્યારે અભ્યાસમાં અવરોધ ઉત્પન્ન થયો હતો. પણ મારા પપ્પા હિમાંશુભાઈ અને મમ્મી કૃતિબેને મારા અભ્યાસને આડે આવતા અવરોધને અટકાવ્યો હતો અને મને ખલેલ પહોંચવા દીધી નહોતી. હવે આગળ મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે અને મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે.

રાજકોટ જિલ્લાનું કેન્દ્રવાઈઝ પરિણામ

કેન્દ્રટકાવારી
ભાયાવદર58.75
ધોરાજી69.61
ગોંડલ73.82
જેતપુર67.96
જસદણ61.76
લક્ષ્મીનગર80.94
રેસકોર્સ77.93
કરણપરા57.55
ઉપલેટા60.26
રણછોડનગર75.35
જામકંડોરણા46.14
દેરડીકુંભાજી84.02
પડધરી55.8
વીંછિયા52.62
આટકોટ73.56
ખામટા76.37
વીરપુર67.14
ભક્તિનગર78.75
માલવિયાનગર88.56
કોઠારિયા76.82
કોટેચાનગર75.17
વૈશાલીનગર88.54
પોપટપરા70.84
ચાંદલી58.52
બજરંગનગર74.01
નવા થોરાળા73.61
ત્રંબા70.03
આંબરડી82.61
ભાડલા62.68
અમરાપુર88.47
કોટડાસાંગાણી71.46
કુવાડવા48.23
મોટી પાનેલી39.36
વાંગધ્રા90.57
રૂપાવટી94.8
અમરનગર46.34
મોવિયા76.99
સરધાર72.86
અન્ય સમાચારો પણ છે...