તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજલામ સુફલામ જળ અભિયાન:સુજલામ સુફલામ યોજના હેઠળ 723 લાખના કામ થશે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા કામો અને સારા વરસાદના લીધે રાજ્યભરમાં મોટા પ્રમાણ જળસંગ્રહ થવાથી જેનાથી ભૂગર્ભ જળ પણ ઊંચા આવ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાનના ફળસ્વરૂપે જળસંચયનો વ્યાપ જોતા ચાલુ વર્ષે પણ દરેક જિલ્લામાં 1લી એપ્રિલથી 31મી મે દરમિયાન આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તે અંતર્ગત સરકાર દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ તકે રાજકોટ જિલ્લામાં કુલ 272 કામ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેની કુલ રકમ 723.41 લાખ નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે કામો નક્કી કરવામાં આવ્યા છે, તેમાંથી 173 કામ એવા છે જે 100 ટકા વિભાગ દ્વારા કરવામાં આવશે, જ્યારે 61 કામ 60-40 મુજબ કરવામાં આવશે, જેમાં 60 ટકા સરકાર ભોગવશે, જ્યારે 40 ટકા લોકો ભોગવશે. બાકી રહેતા 38 કામ એવા છે, જે 100 ટકા લોકભાગીદારીથી કરવામાં આવશે. આંકડાકીય વાત જો કરવામાં આવે તો, કુલ 272 કામ 723.41 લાખના ખર્ચે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો