તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બાદ કેવા બદલાવ આવ્યાં?:72% લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા, 63%એ આયુર્વેદિક દવા શરૂ કરી, 36.63%એ બહારનું ભોજન બંધ કર્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના પછીનાં પરિવર્તનને જાણવા ‘દિવ્ય ભાસ્કર, મનોવિજ્ઞાન ભવને 981 લોકોનો સરવે કર્યો

કોરોના બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત થયા છે તે જાણવા માટે ‘દિવ્ય ભાસ્કર’ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને સંયુક્ત રીતે એક સરવે હાથ ધર્યો જેમાં 981 લોકોના અભિપ્રાય જાણ્યા. આ સરવેમાં 72% લોકો કોરોના બાદ શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા, 63% લોકોએ વિટામિન, આયુર્વેદની દવાઓ લેવાનું શરૂ કર્યું, 36.63% લોકોએ જંકફૂડ, તળેલું ઓછું કરી નાખ્યું. કોરોના બાદ 45% લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની સંભાળ રાખવાની તકેદારી જોવા મળી. 36%એ પોતાના સામાજિક સ્વાસ્થ્યને મજબૂત કર્યું એટલે કે પાડોશીઓ સાથે અને સમાજના સંબંધીઓ સાથે સારા સંબંધો વિકસિત કર્યા અને તેનું મહત્ત્વ સમજ્યા હોવાનું તારણ બહાર આવવા પામ્યું છે.

કોરોના બાદ લોકોમાં આટલા પ્રકારના બદલાવ આવ્યા
કોરોના બાદ ખાણીપીણીમાં કેવા પરિવર્તન આવ્યા?

લોકોમાં ભોજન પ્રત્યેની જાગૃતિ આવી. 36.63% લોકોએ સ્વીકાર્યું કે હવે તેઓ બહારનું ભોજન, જંકફૂડ, તળેલું સાવ ઓછું કરી નાખ્યું. ઘરની જ બનાવેલી રસોઈ તેઓ જમે છે એ સ્વીકાર્યું

વિટામિનની દવાઓ લેવાનું શરૂ કર્યું કે કેમ?
63% લોકોએ કોરોના પછી વિટામિન અને આયુર્વેદની દવાઓ લેવાનું શરૂ કર્યું.

ઇમ્યુનિટી વધારવા કેવા નુસખાઓ અપનાવાયા?
ઇમ્યુનિટી વધારવા ઉકાળો પીવો, ગળો (ગડુચી) પીવો, હળદરવાળું પાણી, સૂંઠ પાઉડરનું સેવન, સફરજનનું સેવન, હળદરવાળું દૂધ, ગરમ પાણી, લીંબુ શરબત, આ બધા નુસખાઓ લોકોએ કર્યા.

કોરોનાગ્રસ્ત થયા બાદ કેવી કાળજી લેવા લાગ્યા?
42% લોકો જણાવે છે કે, સ્વચ્છતાનું પ્રમાણ વધ્યું, બહારથી આવીને ડાયરેક્ટ નહાવું કે હાથપગ ધોવા, માસ્ક પહેરવા લાગ્યા, એકબીજાને સ્પર્શ કરતા પહેલા વિચારે, બહારનું જમવાનું ઘટાડ્યું, પ્રસંગોમાં જવાનું ટાળ્યું, ડિસ્ટન્સ રાખતા શીખ્યા.

54% લોકોમાં પોસ્ટ કોવિડ ઈફેક્ટમાં ભય-ફોબિયા વધ્યો
54 ટકા લોકોને પોસ્ટ કોવિડ ઇફેક્ટમાં સ્ટ્રેસ, ચિંતા, નબળાઈ, ભય, ફોબિયાનું પ્રમાણ વધ્યું. 27 ટકા લોકોને જીવનનું અને સંબંધોનું મહત્ત્વ સમજાયું. તેઓ વધુ સંભાળ રાખતા થયા. સાથે આર્થિક બચતનું પણ પ્રમાણ વધ્યું એવું સ્વીકાર્યું. ઉપરાંત પગમાં સોજા રહેવા, આંખોમાં બળતરા થવી, ભૂખ વધુ લાગવી જેવી ફરિયાદ પણ રહી.