લોકો સાથે વાતચીત:71 % પુરુષ માને છે કે મતદાન ફરજ છે, 27 % બહેનો ઘરના વ્યક્તિના કહેવાથી મત આપે છે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ મતદાન અંગે 4600 લોકો પર સરવે કર્યો

મતદાનને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સરવે કરાયો હતો. આ સરવેમાં એવું તારણ નીકળ્યું કે, 71 ટકા પુરુષો માને છે કે મત આપવો ફરજ છે. 27 ટકા બહેનો ઘરના વ્યક્તિના કહેવાથી મતદાન કરે છે. સ્લમ એરિયામાં 72 ટકા લોકો મતદાન માટે જાગૃત, પોશ વિસ્તારમાં હજુ ઉદાસીન વલણ જોવા મળે છે. અંદાજિત કુલ 4600 વિદ્યાર્થી અને લોકો સાથે વાતચીત કરી હતી.

નોકરિયાત વર્ગે કહ્યું કે, ઓનલાઇન મતદાનની સુવિધા હોવી જરૂરી

  • 45% યુવાનો ઓનલાઈન વોટિંગ પદ્ધતિ હોવી જોઈએ એવું માને છે.
  • 54% નોકરિયાત અને વ્યવસાયી પ્રૌઢનું માનવું છે કે, ઓનલાઇન વોટિંગ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે.
  • જ્યારે મતદાન જાગૃતિ અંગે જણાવતા હતા ત્યારે સ્ત્રીઓ કરતા પુરુષો એ બાબતમાં વધારે સહમત હતા. જ્યારે સ્ત્રીઓમાં સાંભળવા અને જવાબ આપવામાં નીરસતા જોવા મળી.
  • વૃદ્ધોમાં જોવા મળ્યું કે તેઓ જીવન પ્રત્યે આશા છોડીને હવે મતદાન દેવા શું જવું એવુ વિચારે છે તેમને ત્યા વૃદ્ધો માટે રહેલી સુવિધાનો ખ્યાલ આપ્યો, કેટલાક વૃદ્ધે કહ્યું કે, મત ઘરેથી આપી શકાય તેવી સુવિધા આપો
અન્ય સમાચારો પણ છે...