તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:રાજ્યના 71 લાખ પરિવારને કાલથી નવેમ્બર મહિના સુધી મફતમાં અનાજ વિતરણ કરાશે, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની જાહેરાત

રાજકોટ10 દિવસ પહેલા
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનું વિતરણ કરાશે 
  • વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા પણ અપીલ કરી

સરકારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંગે નિવેદન આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાંભળતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, આવતીકાલથી રાજ્યના 71 લાખ પરિવારને મફ્તમાં અનાજ વિતરણ કરવામાં આવશે. અને નવેમ્બર સુધી અનાજ આપવામાં આવશે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનું વિતરણ કરાશે
વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી જે અનાજની વિતરણ કરવામાં આવે છે તે ચાલુ રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ અનાજ વિતરણ કરવામાં આવશે. આવતીકાલથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 71 લાખ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. તમામ કાર્ડધારકોના નંબર અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. જે કાર્ડધારકો પાસે આધારકાર્ડ નથી તેમના પણ આધારકાર્ડ લિંકઅપ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેથી વધુથી વધુ લોકોને અનાજ મળી શકે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

લોકોને વેક્સિન મુકવા અપીલ કરી
આજે રાજકોટના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. અને લોકોને પણ રસી મુકાવવામાં માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ,45 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન લીધી હોય અને તેમને કોરોના થયો હોય તેવા લોકોને ખૂબ જ ઓછાં લક્ષણ જોવા મળે છે અને જલ્દીથી સાજા થઈ જાય છે. વેક્સિનની કોઈ આડ અસર પણ નથી. વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. વેક્સિન લીધી હશે તો કોરોના થવાની શક્યતા ઓછી છે અને વેક્સિન લીધી હશે તો કોરોનાને હરાવી શકીશું.

અન્ય સમાચારો પણ છે...