તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના 21 રાજમાર્ગ પરની 705 મિલકતના માર્જિન-પાર્કિંગમાં રહેલા છાપરાં, ઓટલા, રેલિંગ વગેરે દબાણો દૂર કરીને 6745 ચોરસ મીટર પાર્કિંગ પ્લેસ ખુલ્લી કરાવાઈ હતી. બાદમાં ફરી આમાંથી મોટાભાગના સ્થળોએ દબાણ થઇ ગયા છે. જેના કારણે શહેરીજનોને રાજમાર્ગો પર વાહન પાર્ક કરવા પડે છે. પોલીસ આ વાહનો ટોઇંગ કરી જાય છે.
કોર્પોરેશનના બજેટમાં અનેક વખત મલ્ટિ લેવલ પાર્કિંગના આયોજન મુકાયા છે. જેમાં કોઠારિયા નાકા, ત્રિકોણબાગ સહિતના સ્થળે મલ્ટિ લેવલ પાર્કિંગના આયોજન તૈયાર કરાતા હતા, પરંતુ એકેય વખત આ યોજના ફાઇનલ થઇ નથી. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ વિવિધ મિલકતોના માર્જિન પાર્કિંગની જગ્યામાંથી દબાણો દૂર કરવા કાર્યવાહી કરાય છે, પરંતુ કાર્યવાહી કર્યાના ગણતરીના દિવસોમાં જ ફરી દબાણો ખડકાઈ જાય છે. મનપાએ યુનિ. રોડ, કુવાડવા રોડ, 150 ફૂટ રોડ, કોઠારિયા, રેસકોર્સ રિંગ રોડ, સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, સરદારનગર, ભાવનગર રોડ, રૈયારોડ, જવાહર રોડ, મવડી રોડ, ઢેબર રોડ વગેરે સ્થળો પર દબાણો દૂર કર્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.