તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં અપેક્ષા કરતા વધુ ઘરાકી:ધનતેરસે લોકોએ વાહન ખરીદીનું મુહૂર્ત સાચવ્યું, રાજકોટમાં આશરે 700 ફોરવ્હિલનું વેચાણ થયું, ટુવ્હિરની પણ ઘરાકી નીકળી

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટમાં ધનતેરસનું મુહૂર્ત સાચવી લોકોએ કારની ખરીદી કરી - Divya Bhaskar
રાજકોટમાં ધનતેરસનું મુહૂર્ત સાચવી લોકોએ કારની ખરીદી કરી
  • શો રૂમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે ગ્રાહકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો

દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. આજે ધનતેરસના દિવસે રાજકોટમાં વાહનોની ખરીદીમાં પણ લોકોએ શુકન સાચવ્યું છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં રાજકોટમાં આશરે 700 ફોરવ્હિલનું વેચાણ થયું છે. ધનતેરસના દિવસે ખરીદીમાં લોકોએ ઉત્સાહ દેખાડ્યો છે. કોરોના મહામારીમાં અપેક્ષા કરતા વધુ ઘરાકી રહેતા ફોરવ્હિલના ડિલરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ વર્ષે સારા વરસાદને કારણે ખેડૂતોએ પણ વાહનોની ખરીદી કરી હતી. ફોરવ્હિલ ઉપરાંત બાઈકના વેચાણમાં પણ ઘરાકી નીકળતા ડિલરો ખુશખુશાલ થઈ ગયા હતા.

લોકોમાં ખરીદીનો બહુ જ સારો માહોલઃ પટેલ સઝુકીના જનરલ મેનેજર
રાજકોટમાં પટેલ સુઝુકીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજય ડાંગરે જણાવ્યું હતું કે, અત્યારે લોકોમાં ખરીદીનો બહુ જ સારો માહોલ છે. ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં અમારે બહુ સારૂ બુકિંગ છે. અત્યારે શો રૂમની અંદર ડિલિવરી પણ સારી છે. ગ્રાહકો જેવા શો રૂમની અંદર એન્ટર થાય એટલે પહેલા તેને હેન્ડ સેનિટાઈઝ કરવામાં આવે છે. તેમજ માસ્ક પહેર્યુ હોય તો જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવે છે.

ટુવ્હિલરની ઘરાકી પણ નીકળી
ટુવ્હિલરની ઘરાકી પણ નીકળી

કોરોનામાં ઓટો મોબાઈલનું માર્કેટ વધ્યુંઃ મારૂતિ સુઝુકીના મેનેજર
મારૂતિ સુઝુકીના શો રૂમના મેનેજર અશ્વિનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની અંદર ફોરવ્હિલની વાત કરૂ તો આજના દિવસે 500થી 600 ફોરવ્હિલની ડિલિવરીનું બુકિંગ છે. કોરોનામાં સિંગલ ડેમાં સૌથી વધુ ડિલિવરી આજે છે. કોરોના ડરને કારણે અત્યારે ઓટો મોબાઈલનું માર્કેટ થોડુ વધ્યું છે. પબ્લીક ટ્રાન્સપોર્ટની જગ્યાએ લોકો હવે કારની પસંદગી વધુ કરે છે અને પરિવાર કોરોનાથી બચી શકે તેવું વિચારે છે.

ટુવ્હિલરમાં ઘરાકી નીકળતા શો રૂમના માલિકો ખુશખુશાલ
ટુવ્હિલરમાં ઘરાકી નીકળતા શો રૂમના માલિકો ખુશખુશાલ

શો રૂમની અંદર સોશિયલ ડિસ્ટન્સ સાથે ગ્રાહકોને પ્રવેશ અપાયો
કોરોના મહામારીને કારણે ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે ટુવ્હિલરના શો રૂમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટના પટેલ સુઝુકી શો રૂમમાં દરેક ગ્રાહકને ફરજીયાત માસ્ક સાથે એન્ટ્રી આપવામાં આવી હતી. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગથર્મલ ગન દ્વારા દરેક ગ્રાહકનું ટેમ્પરેચર માપ્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવતો હતો.

સોનાની ખરીદીમાં 50 ટકા જ બુકિંગ
ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ ગણાય છે. ત્યારે રાજકોટના સોનીબજારમાં સોનું ખરીદવા દર વર્ષ કરતાં આ વખતે ઓછી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના બજેટ પ્રમાણે નાની-મોટી ખરીદી કરી રહ્યા છે અને શુકન સાચવી રહ્યા છે. સોનાના ભાવ ઘટતાં ધનતેરસ અને દિવાળીનાં 50 ટકા બુકિંગ થયાં છે. મંદીને કારણે જોઈએ તેટલું વેચાણ થઈ રહ્યું નથી. રોકાણકારો પણ સોનું ખરીદવા માટે વિચાર કરી રહ્યા છે, પણ વેપારીઓનું કહેવું છે કે કોરોના વચ્ચે પણ ધનતેરસના દિવસે લોકોએ સોનું ખરીદી શુકન સાચવ્યું છે, જે ખૂબ સારી વાત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો