મુશ્કેલી યથાવત:મેઘરાજાએ વિરામ લીધાના 70 કલાક બાદ પણ બ્રિજ તૂટેલો હોવાથી ગોંડલ-જામકંડોરણા હાઈવે બંધ, 6 કિમી માટે 36 કિમીનો ફેરો!

રાજકોટ15 દિવસ પહેલા
ભારે વરસાદમાં બ્રિજ ધોવાયો.
  • 15 દિવસમાં આ બ્રિજ બેવાર તૂટ્યો, એકવાર ગ્રામજનોએ રિપેર કર્યો હતો

રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધાના 70 કલાક બાદ પણ લોકોની પ્રાથમિક સમસ્યા હજુ પણ યથાવત છે. રસ્તા પર ખાડા, કાદવ-કીચડ તો ક્યાંક રસ્તા તૂટી જવાથી માર્ગો બંધ કરવા ફરજ પડી છે. વરસાદ થંભી ગયો છે. જોકે, હજુ સુધી લોકોની મુશ્કેલી થંભી નથી. જામકંડોરણા તાલુકાના લોકો વરસાદ બાદ વેરાયલા વિનાશથી ત્રાહિમામ છે. સ્ટેટ હાઇવે પર આવેલો બ્રિજ એકદમ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. આથી ગોંડલ-જામકંડોરણા હાઈવે બંધ કરાયો છે. તાલુકા મથક જામકંડોરણાથી માત્ર છ કિલોમીટર દૂર આવેલો બ્રિજ એકદમ બિસ્માર હાલતમાં છે. આથી લોકોને 36 કિલોમીટરનો ફેરો થાય છે.

આ બ્રિજ છેલ્લા પંદર દિવસમાં બે વખત તૂટ્યો
ફોફળ નદી ઉપર આવેલો આ બ્રિજ છેલ્લા પંદર દિવસમાં બે વખત તૂટ્યો છે. થોડા સમય પહેલા આવેલા ભારે વરસાદને કારણે આ પુલ તૂટી ગયો હતો. જોકે ત્યારબાદ સ્થાનિક
આગેવાનોએ મહા મહેનતે માટી નાખી બ્રિજ ફરી શરૂ કર્યો હતો. જોકે ત્યારબાદ થોડા સમય પહેલા ભારે વરસાદના કારણે આ બ્રિજ ફરી ધોવાયો હતો. હાલ ધોરીધાર, રંગપર, સાજડીયાળી સહિતના લોકોની મુશ્કેલી વધી છે. આ ગ્રામ્ય વિસ્તારોથી તાલુકા મથક માત્ર 8 કિલોમીટર દૂર જ આવેલું છે. જોકે, આ બ્રિજ તૂટતા છ જેટલા ગામના લોકોને 35 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે.

પહેલીવાર તૂટ્યો ત્યારે ગ્રામજનોએ રિપેર કર્યો હતો.
પહેલીવાર તૂટ્યો ત્યારે ગ્રામજનોએ રિપેર કર્યો હતો.

બ્રિજ બંધ હોવાથી લોકોની સમસ્યા ખૂબ વધી
એટલું જ નહીં સ્ટેટ હાઇવે હોવાથી ગોંડલ તેમજ રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાંથી આવતા વાહનચાલકો અહીંથી દરરોજ પસાર થાય છે. જોકે, આ બ્રિજ અને અહીંના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહનચાલકોને અનેક ગામડાઓ ફરીને જામકંડોરણા પહોંચવું પડે છે. જામકંડોરણા તાલુકા મથક હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ખરીદી તેમજ સરકારી ઓફિસના કામો કોર્ટ-કચેરીના કામ હોવાથી અવારનવાર જવું પડતું હોય છે. પરંતુ આ બ્રિજ બંધ હોવાથી તેમની સમસ્યા ખૂબ વધી છે.

હાઈવે બંધ કરી પોલીસ બંદોસ્ત મુકાયો છે.
હાઈવે બંધ કરી પોલીસ બંદોસ્ત મુકાયો છે.
અન્ય સમાચારો પણ છે...