પરિવારનો આક્ષેપ:રાજકોટમાં લોકડાઉન પછી ધંધો જામતો ન હોવાથી વૃદ્ધે દુકાનમાં પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સવારે વૃદ્ધ દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા શિવનગર-12માં રહેતા અને નવાગામમાં દરજી કામની દુકાન ધરાવતા મુકેશભાઈ ગોપાલભાઈ રાઠોડ (ઉં.વ.57)એ પોતાની જ દુકાનમાં પંખામાં કાપડ બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉન પછી ધંધો જામતો ન હોવાથી આ પગલું ભર્યુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મુકેશભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

દિકરાએ દુકાને આવી શટર ખોલતા જ પિતાનો લટકતો મૃતદેહ જોયો
લોકડાઉન પછી ધંધો જામતો ન હોય તેની ચિંતામાં પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સવારે તેઓ દૂકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. દરમિયાન એક ગ્રાહક દુકાને આવતાં શટર બંધ દેખાતાં બાજુમાં પૂછતાં બાજુની દુકાનવાળાએ ફોન જોડતાં આ ફોન મુકેશભાઈના દિકરાએ કે જે ઘરે હતો તેણે રિસીવ કર્યો હતો અને પપ્પા તો દુકાને જ છે તેમ કહેતાં શટર ખોલીને તપાસ કરતાં મુકેશભાઈ લટકતા મળ્યા હતા. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

સિહોરના જાળીયામાં આર્મીમેનની પત્નીએ આપઘાત કર્યો
​​​​​​​સિહોરના જાળીયા ગામે રહેતા અને બેંગ્લોરમાં ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ગોહિલના પત્ની ક્રિષ્નાબા ઉર્ફે દુર્ગાબાએ આજે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવમાં આર્મીમેન દેવેન્દ્રસિંહ 1 માસની રજામાં અહીં આવ્યા હતા અને 15 દિવસ પહેલા જ તેઓ પોતાની ફરજ પર બેંગ્લોર પરત ફર્યા હતા. બંનેના લગ્નને હજુ અઢી વર્ષ જેટલો સમય થયો છે. આપઘાત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. સિહોર પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...