મોત:રાજકોટમાં બિલ્ડીંગમાં મજૂરી કરતા પરિવારનો 7 વર્ષનો પુત્ર રમતા-રમતા છત પરથી નીચે પડતા મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

રાજકોટના મવડી રોડ પર ઉદયનગર-1માં શિવાયલ બિલ્ડીંગમાં મજૂરી કામ કરતા સુરેશભાઈ ભાંભરનો પુત્ર ધમો (ઉં.વ.7) ગત મોડી સાંજે છત પર રમી રહ્યો હતો. પરંતુ આકસ્મિક રીતે તે છત પરથી નીચે પડ્યો હતો. આથી ગંભીર ઈજા સાથે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાય ગયો હતો. આ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

શનિવારે ટ્રેક્ટરમાંથી નીચે પટકાતાં તરુણનું મોત
રાજકોટ નજીક ગવરીદળ ગામે મજૂરી કરનાર છોટા ઉદેપુરના પરિવારનો 13 વર્ષનો પુત્ર ટ્રેક્ટર પરથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. છોટા ઉદેપુરનો પરિવાર ગવરીદળ ગામે દેવાભાઈ નાથાભાઈ ભરવાડની વાડીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મૃતક તરૂણ એક બહેનથી નાનો હતો
કુવાડવા રોડ પોલીસના જણાવ્યા મુજબ, મૂળ છોટા ઉદેપુરના અને હાલ ગવરીદળ ગામે દેવાભાઇ નાથાભાઇ ભરવાડની વાડીમાં મજૂરીકામ કરતા રમેશભાઇ બુધાભાઇ નાયકાનો 13 વર્ષનો પુત્ર હરેશ મેહુલ પોપટભાઇ નાયકા સાથે ટ્રેક્ટરમાં બેસી ગામમાં ખાતર લેવા નીકળ્યા હતા. ત્યારે ગામ નજીક પહોંચતા રસ્તો ખાબડખૂબડ વાળો હોય ટ્રેક્ટરમાં ચાલકની બાજુમાં બેઠેલો પુત્ર હરેશ ચાલુ ટ્રેક્ટરે નીચે પટકાયો હતો. નીચે પટકાયા બાદ ટ્રેક્ટરના તોતિંગ વ્હિલ હરેશ પર ફરી વળતા તેને માથામાં ગંભીર ઇજા થતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મોત નીપજ્યું હતું. હરેશ એક બહેનથી નાનો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.