તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં છાશવારે યુવતીઓ સાથે દુષ્કર્મના બનાવો બનતા રહે છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા શાપરના પડવલા ગામે નેપાળી પરિવારના 7 વર્ષના બાળકને પરપ્રાંતીય શખ્સે નશાની હાલતમાં સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. આથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બનાવને પગલે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર નરાધમની ધરપકડ કરી છે.
દારૂના નશામાં માસુમ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગત મુજબ રાજકોટના શાપર-વેરાવળ પાસે આવેલા પડવલા ગામે કારખાનામાં મજૂરી અર્થે આવેલા નેપાળી પરિવારનો 7 વર્ષનો માસુમ પુત્ર રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના રૂમની બહાર મોબાઈલમાં ગેમ રમતો હતો. તે દરમિયાન બાજુની ઝુપડપટ્ટીમાં રહેતા દિલીપ નામના પરપ્રાંતિય શખ્સે દારૂના નશામાં માસુમ બાળકનું મોઢુ બાંધી પોતાના રૂમમાં લઈ ગયો હતો અને નશાખોર શખ્સે માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું.
પરિવાર નેપાળથી 25 દિવસ પહેલા જ આવ્યો હતો
પ્રાથમિક પૂછતાછમાં ભોગ બનનાર માસુમનો પરિવાર મૂળ નેપાળનો વતની અને છેલ્લા 25 દિવસથી પેટીયુ રળવા પડવલા ગામે આવ્યો હતો અને રાત્રિના સમયે બાળક પોતાના રૂમની બહાર મોબાઈલમાં ગેમ રમતો હતો. આ દરમિયાન દિલીપ નામના પરપ્રાંતીય શખ્સે નશાની હાલતમાં તેનું મોઢું બાંધી દઈ પોતાના રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. પરિવારને આ ઘટનાથી જાણ થતા તે તુરંત નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.