શહેરના કરણપરા વિસ્તારમાં ગમારા અને ચાવડિયા જૂથ વચ્ચે થયેલી ધમાલમાં પોલીસે ફરિયાદી બની બંને જૂથના 17 શખ્સ સામે ગુનો નોંધી 7 આરોપીની ધરપકડ કરી હતી, તમામ સાતેય આરોપીને ે રિમાન્ડ પર લીધા હતા, પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી અન્ય ચારની શોધખોળ શરૂ કરી હતી.
ગમારા અને ચાવડિયા જૂથ વચ્ચે પાંચ વર્ષથી ચાલતી તકરારમાં સમયાંતરે છમકલા થતા હતા પરંતુ રવિવાર અને સોમવારે બંને જૂથે ઘાતક હથિયારો સાથે કરણપરા વિસ્તારમાં નીકળી વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો, આ મામલે મંગળવારે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જોષીએ ફરિયાદી બની હુલ્લડ કરી ભયનું લખલખું ફેલાવનાર બંને જૂથના 17 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે મંગળવારે જ ભરત ગમારા, ગોપાલ ગમારા, મનોજ ગમારા, પ્રતિક સરસિયા, રવિ ગમારા અને સુનિલ ગમારાને ઝડપી લઇ તમામની સરભરા કરી હતી. સાતેય આરોપીને બુધવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સાતેયને એક દી’ના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા. પોલીસેે બુધવારે ભગત જૂથના રણજિત ચાવડિયા,મયૂર ઉર્ફે મહેશ નારણ, મોહિત ઉર્ફે ભીમો મનોજ,નિલેશ ખીટ, હાર્દિક રણજિત અને પારસ નરેશ ચાવડિયાને ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.