• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 7 Places Have Been Decided For Dispersal Of Bappa In Rajkot, Dispersal Is Not Allowed By Organizing Procession Or Playing Garba: DCP

વિઘ્નહર્તાને વિદાય:રાજકોટમાં બાપ્પાના વિસર્જન માટે 5 સ્થળ નક્કી કરાયા, સરઘસ યોજીને કે ગરબા રમીને વિસર્જનની છૂટ નહિ : DCP ઝોન ટુ

રાજકોટએક મહિનો પહેલા
  • પાણીની અંદર જઈને ભાવિકો મૂર્તિ વિસર્જિત નહીં કરી શકે
  • વિસર્જનમાં મહત્તમ 15 લોકો એક વાહનમાં જઈ શકશે
  • ગણેશજીની મૂર્તિનું વિસર્જન કલરકોડ મુજબ થશે,
  • વિસર્જનના દરેક રૂટને કલર કોડ આપવામાં આવ્યા

દસ દિવસ સુધી ગણપતિ ગજાનનની પૂજા-અર્ચના, આરાધના કર્યા બાદ આવતીકાલે રવિવારે ભાવિકો ભાવભેર વિઘ્નહર્તાની સ્થાપિત મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરશે. આ અંગે DCP ઝોન ટુ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરઘસ યોજીને કે ગરબા રમીને વિસર્જનની કરવાની છૂટ આપવામાં આવી નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા શહેરની ભાગોળે જુદા-જુદા સાત સ્થળોએ ગણેશ મૂર્તિ વિસર્જિત કરવાનું નક્કી કરાયું છે. જેમાં આજી ડેમ ઓવરફ્લોના નીચે આવતા ચેક ડેમ, ન્યારા પાટિયા પાસે, જામનગર રોડ, કલાવડ રોડ વાગુદડ બાલાજી ફેક્ટરી પાસે વગેરે સહિત 5 સ્થળોએ જ મૂર્તિનું વિસર્જન થઇ શકશે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું ભાર પાડીને દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલ છે અને રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે.

ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવ્યા
રાજકોટમાં 76 ગણપતિ ઘરમાં વિસર્જન કરવા અંગેની મંજૂરી આયોજક દ્વારા માંગવામાં આવેલ છે. આ મુદ્દે સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે કત્રિમ કુંડ વિસર્જન કરતી વખતે ભીડ એકઠી કરવી નહી. રાજકોટ શહેર પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલ રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે કલર કોડ નીચે મુજબ છે.

  • રેડ કલર - આજી ડેમ વિસ્તાર
  • ઓરેન્જ કલર- જાખરાપીરની દરગાહ પાસેનો વિસ્તાર
  • ગ્રીન કલર - વાગુદડ નદીનો વિસ્તાર
  • બ્લ્યુ કલર - ન્યારાનું પાટીયું હનુમાનધારા પાસેનો વિસ્તાર
DCP ઝોન ટુ મનોહરસિંહ જાડેજા
DCP ઝોન ટુ મનોહરસિંહ જાડેજા

વિસર્જનમાં મહત્તમ 15 લોકો એક વાહનમાં જઈ શકશે
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં દર્શાવાયું છે કે પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ મૂર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓ એક જ વાહન મારફત કરી શકશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશનું વિસર્જન ઘર પર જ કરવામાં આવે તે હિતાવહ રહેશે. સાર્વજનિક ગણેશ સ્થાપનનું વિસર્જન સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. આ પધ્ધતિ સિવાયની કોઇપણ પધ્ધતિથી મૂર્તિ વિસર્જન થઇ શકશે નહી. અન્યથા જાહેરનામા ભંગનો ગુનો બનશે.

વિસર્જન સ્થળે મનપાની ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત રહેશે
ગણેશ મહોત્સવના પ્રારંભે જેટલા ઠાઠ-માઠથી, વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે અને રાસ-ગરબાની રમઝટ સાથે દુંદાળાની સ્થાપના કરવામાં આવી હતી. એટલા જ જોશ, ઉત્સાહ અને ભાવભેર વિઘ્નહર્તાની રવિવારે વિદાય પણ ભાવિકો કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ પ્રતિમાને વિસર્જિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સાત સ્થળો નક્કી કર્યા છે પરંતુ કોરોના મહામારીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને અને જાહેરનામાનું પાલન કરીને ભાવિકો ગણેશ વિસર્જન કરી શકશે. વિસર્જન સ્થળે મનપાની ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત રહેશે જેઓ મૂર્તિ વિસર્જિત કરાવશે. પાણીની અંદર જઈને કોઈપણ ભાવિકને મૂર્તિ વિસર્જિત કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

આ સ્થળે મનપાની ફાયર વિભાગની ટીમ કાર્યરત રહેશે

  • આજીડેમ ઓવરફલો પાસે ખાણ નં.1
  • આજીડેમ ઓવરફલો પાસે ખાણ નં.2
  • આજીડેમ ઓવરફલો ચેક ડેમ
  • પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
  • ન્યારાના પાટિયા પાસે, ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ.
  • બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટિયા પછી પૂલ નીચે, કાલાવડ રોડ
  • એચ.પીના પેટ્રોલપંપ સામે રવિવારી બજારવાળું મેદાન, આજી ડેમ પાસે, ભાવનગર રોડ
અન્ય સમાચારો પણ છે...