રાજકોટની 4 બેઠકના ભાજપના ઉમેદવારોની સંપત્તિ:7 પાસ રમેશ ટીલાળા પાસે સૌથી વધુ 170 કરોડથી વધુની મિલકત, LLB ભાનુબેન પાસે સૌથી ઓછી 41 લાખની મિલકત

રાજકોટ23 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાએ પોતાના સોગંદનામામાં સૌથી વધુ 170 કરોડથી વધુની સંપતિ ધરાવનાર ધનિક ઉમેદવાર છે. જ્યારે સૌથી ઓછી સંપતિ રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર ભાનુબેન બાબરીયા પાસે 41 લાખની મિલકત ધરાવે છે. રમેશ ટીલાળાએ પોતાનો અભ્યાસ 7 પાસ દર્શાવ્યો છે તો ભાનુ બાબરીયાએ પોતાનો અભ્યાસ બીએ એલએલબી દર્શાવ્યો છે.

રમેશ ટીલાળા અને તેમની પત્ની પર 8.68 કરોડનું દેણું

રમેશ ટીલાળાએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે રૂ.47.10 કરોડ, પત્ની હંસાબેન પાસે રૂ.106 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. જ્યારે HUF(હિન્દુ અવિભક્ત પરિવાર)ના નામે પણ રૂ.4.20 કરોડની મિલકત આવેલી છે. રમેશ ટીલાળા અને તેના પત્ની પાસે રાજકોટ ઉપરાંત જૂનાગઢ, સુરત સહિતના જિલ્લાઓમાં ખેતીની અને બિનખેતીની જમીનો આવેલી છે. ત્રણ કંપનીઓમાં બન્નેની ભાગીદારી પણ છે. પતિ-પત્ની અને HUF મળી કુલ રૂ.170 કરોડથી વધુની સ્થાવર-જંગમ મિલકતો સામે રમેશભાઈ ઉપર રૂ.2.41 કરોડ અને તેના પત્ની હંસાબેન ઉપર 6.27 કરોડનું દેણું છે.

રમેશ ટીલાળાએ આજે પોતાની ઉમેદવારીપત્રક નોંધાવ્યું.
રમેશ ટીલાળાએ આજે પોતાની ઉમેદવારીપત્રક નોંધાવ્યું.

રમેશ ટીલાળા પાસે 7 ઇન્ડસ્ટ્રીઝ છે
રમેશ ટીલાળાએ શાપર-વેરાવળમાં પ્રાથમિક શાળામાં ધો.7 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે વ્યાપાર-ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે ખૂબ મોટુ નામ બનાવ્યું છે. રમેશ ટીલાળા લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે, જન્મ 15 જાન્યુઆરી 1964ના રોજ રાજકોટ જિલ્લાના શાપર ગામમાં થયો હતો. 7 પાસ રમેશ ટીલાળા પહેલા ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા હતા ત્યારે તેમને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો. આ વિચારની શરૂઆત તેમણે કાપડ ઉદ્યોગથી કરી હતી. કાપડ ઉદ્યોગમાં સફળતા મેળવ્યા બાદ તેમણે એક પછી એક નવા ઉદ્યોગ શરૂ કર્યા અને આજે તેમના રાજકોટ અને આણંદમાં કુલ 7 ઉદ્યોગો છે.

રમેશ ટીલાળા પાસે રાજકોટ અને આણંદમાં 7 ઇન્ડસ્ટ્રીઝ છે.
રમેશ ટીલાળા પાસે રાજકોટ અને આણંદમાં 7 ઇન્ડસ્ટ્રીઝ છે.

રમેશ ટીલાળાનું રાજકોટમાં ટોપ 5 બિલ્ડરમાં સ્થાન
રમેશ ટીલાળા લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ સાથે રાજકોટના ટોચના 5 બિલ્ડરોમાંના એક છે, તેઓ પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે. શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પરંતુ આજે ટીલાળા ચેરમેન બન્યા બાદ તેઓ આ વિસ્તારના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ડો.દર્શિતા શાહે ઉમેદવારીપત્રક ભર્યું.
રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ડો.દર્શિતા શાહે ઉમેદવારીપત્રક ભર્યું.

રાજકોટ પશ્ચિમ બેઠકના ડો.દર્શિતા શાહ પાસે 5.38 કરોડની સંપત્તિ
રાજકોટ પશ્ચિમ બેઠક પર ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. તેઓએ એમ. ડી. (પેથોલોજી) સુધીનો ઉચ્‍ચ અભ્‍યાસ કર્યો છે અને શહેરમાં પ્રાઇવેટ લેબ ધરાવે છે. તેમના નામેકોઇ ગુનો નોંધાયેલો નથી. જુદા જુદા બેંક ખાતામાં 81 લાખની બચત-થાપણો ધરાવે છે. જ્યારે તેમના હાથ ઉપર 27 હજાર, પતિ ડો.પારસભાઇના હાથ ઉપર 36 હજાર તથા HUFમાં 5 હજાર હાથ ઉપર રોકડ છે. જ્યારે તેમના પતિ ડો.પારસભાઇ પાસે 26.50 લાખની બચત-થાપણો છે. ડો. દર્શિતાબેન પાસે 20 લાખની કિંમતનું 400 ગ્રામ, પતિ ડો. પારસભાઇ પાસે 100 ગ્રામ તથા HUFમાં 5 લાખનું 100 ગ્રામ સોનું છે.

ડો. દર્શિતા શાહના પિતા અને દાદા સંઘ સાથે જોડાયેલા હતા.
ડો. દર્શિતા શાહના પિતા અને દાદા સંઘ સાથે જોડાયેલા હતા.

1.50 કરોડના ત્રણ ફ્લેટ ધરાવે છે
ડો. દર્શિતા શાહ રૂ.4.50 લાખની મારુતિ સ્‍વિફ્ટ કાર અને રૂ. 10 હજારનું એક્ટિવા સ્‍કૂટર ધરાવે છે. જ્યારે પતિ પારસભાઇ પાસે પણ 10 હજારની કિંમતનું એક્ટિવા સ્‍કૂટર છે. આમ ડો. દર્શિતા 3.46 કરોડ, પતિ પારસભાઇની 1.92 કરોડ તથા HUFની 56 લાખની રકમ દર્શાવી છે. આ ઉપરાંત ડો. દર્શીતા પાસે ચોટીલા તાલુકામાં ખેતીની અંદાજિત 31 લાખની જમીન છે. ડો.દર્શીતા પાસે બિનખેતીના રોણકી અને પરા પીપળીયામાં 25 લાખની કિંમતના પ્‍લોટ છે. જ્યારે ડો.પારસભાઇ પાસે 73 લાખના માધાપર, પરા પીપળીયા, સરપદળમાં બિન ખેતી પ્‍લોટ ધરાવે છે. જ્યારે દર્શિતાબેન 1.50 કરોડની મૂલ્‍યના 3 ફ્લેટ અને ડો.પારસભાઇ 33 ટકા ભાગમાં 90 લાખની કિંમતનો ફ્લેટ ધરાવે છે આમ બન્નેની મિલકત 3.50 કરોડ જેટલી છે. ડો.દર્શીતાના નામે એકમાત્ર રૂ. 90 લાખની લોન છે.

રાજકોટ પૂર્વના ઉમેદવાર ઉદય કાનગડ પાસે 7.35 કરોડની સંપત્તિ
રાજકોટ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે જાહેર કરેલ સોંગંદનામા મુજબ તેમણે ગત વર્ષે 16 લાખનું આવકવેરા રિટર્ન ભર્યું હતું. જ્યારે તેમના પત્‍ની વૈશાલીબેને 6.88 લાખ તથા HUFમાં 4.72 લાખનું રિટર્ન ભર્યુ છે. ઉપરાંત ઉદય કાનગડ ઉપર 4 ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાં તેમના ઉપર 2014માં આરોપો ઘડાયેલા હતા. ઉદય કાનગડના હાથ ઉપર 5.11 લાખ, પત્‍ની વૈશાલીબેનના હાથ ઉપર 8.53 લાખ તથા HUF ખાતામાં 12.65 લાખની રકમ હાથ ઉપર છે. બેંકમાં ઉદયભાઇના નામે 1.41 લાખ, વૈશાલીબેનના નામે 5.76 લાખ તથા HUFમાં 61 હજારની થાપણો ધરાવે છે. LICમાં ઉદય કાનગડ અને પત્ની વૈશાલીબેનની 54 લાખનું રોકાણ છે. ઉદય કાનગડ પર પાર્થ કન્‍સ્‍ટ્રક્શનને રૂ.10.59 લાખ તથા ભરત કન્‍ટ્રક્શનને 47.22 લાખની અંગત લોન છે.

રાજકોટ પૂર્વ બેઠક પરથી ઉદય કાનગડ ભાજપમાંથી ઉમેદવાર.
રાજકોટ પૂર્વ બેઠક પરથી ઉદય કાનગડ ભાજપમાંથી ઉમેદવાર.

ઉદય કાનગડ પાસે વાહનમાં એકમાત્ર એક્ટિવા
જ્યારે રૂ.11 હજારની કિંમતનું એકમાત્ર હોન્‍ડા એક્ટિવા વાહન ઉદય કાનગડના નામે નોંધાયેલ છે. ઉપરાંત તેમની પાસે 2.50 લાખ તથા પત્‍ની વૈશાલીબેન પાસે 5.87 લાખના દાગીના છે. જમીન-મિલકતોના સોગંદનામા મુજબ ગીર સોમનાથમાં 80 લાખની જમીન છે. જ્યારે 2.49 લાખમાં બનાવેલ મકાનની હાલ કિંમત 1.35 કરોડ છે. ઉપરાંત વેરાવળ તાલુકાના ભાલપરા ખાતેની બિનખેતીની જમીનમાં 20 ટકા લેખે હાલની કિંમત મુજબ 60 લાખનો હિસ્‍સો ધરાવે છે.

ઉદય કાનગડ પાસે 5.50 કરોડના ફ્લેટ
રહેણાંકમાં કેવલમ તથા ગુરૂ આશીષમાં ફ્લેટ ધરાવે છે. જેની હાલની કિંમત 5.50 કરોડ જેટલી છે. આમ ઉદય કાનગડની કુલ સંપતિ 7.35 કરોડ જેટલી છે. ઉપરાંત ICICIમાં 2.59, કરોડ, LICમાં 8.58 લાખ, કિસ્‍ટ્રલ એજન્‍સીમાં 40.74 લાખ, ધ્રુવિક તલાવીયા પાસેથી 40 લાખ, ધુવિક જી. તલાવીયા એન્‍ડ બ્રધર્સને 28 લાખ, કરણ કન્‍ટ્રક્શનને 10 લાખ, પ્રભાતભાઇ કાનગડને 5.50 તથા રાધિકા કાનગડને 82 હજારના દેણા છે. આમ તેમની કુલ જવાબદારી 1.59 કરોડની છે.

રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપે ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી છે.
રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપે ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી છે.

ભાનુબેન પાસે 41 લાખની મિલકત
ભાજપ દ્વારા રાજકોટની ગ્રામ્ય-71 વિધાનસભાની અનામત બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ફરી એક તક આપતા ટિકિટ ફાળવી છે. આજે ભાનુબેન બાબરીયા દ્વારા ઉમેદવારી નોંધાવી હતી અને પોતાની પાસે રહેલી સ્થાવર, જંગી મિલકત તેમજ કોઈ પણ ગુનાહિત કેસ નહીં હોવાનુ જાહેર કર્યુ હતું. હાલ રોકડમાં હાથ ઉપર માત્ર 27 હજારની રાશી છે. તેમજ 25 લાખનું સોનુ છે. તેમનો અભ્યાસ બી.એ.એલ.એલ.બી સુધીનો છે. ટોટલ તેમની પાસે 41 લાખની મિલકત નોંધાઇ છે. પતિ મનહરભાઇ માધુભાઇ બાબરીયા પાસે 1.58 કરોડની સંપતિ છે. જેમાં હાથ પર રૂ.36,000 રોકડ છે તેમજ HDFC બેંકમાં એક લાખ, બેંક ઓફ બરોડામાં 4.45 લાખ, વિવિધ શેરમાં 14 હજારનું રોકાણ કર્યું છે. વિવિધ બચતમાં 80 લાખથી વધુની રકમની પોલિસી ઉતરાવી છે.

અન્ય સમાચારો પણ છે...