કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે માત્ર 2 પોઝિટિવ કેસ નોંધાયા, 5ને ડિસ્ચાર્જ કરાયા, હવે 34 દર્દી સારવાર હેઠળ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં આજે માત્ર 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. હાલ 34 દર્દી સારવાર હેઠળ છે. તેમજ અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 65423 પર પહોંચી છે.

મંગળવારે 7 કેસ નોંધાયા હતા
રાજકોટ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 7 કેસ નોંધાયા હતા. જેમાં 5 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાંથી છ કેસ આવ્યા છે જ્યારે એક આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર છે. મોટાભાગના કેસ પશ્ચિમ રાજકોટમાં જ આવી રહ્યાં છે, તો વળી ડિસ્ચાર્જની સંખ્યા વધારે રહી છે. મંગળવારે પણ 9 ડિસ્ચાર્જ કરાયા હતા.

રાજકોટ જિલ્લામાં 6665 લોકોનું વેક્સિનેશન​​​​​​​
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 દિવસ સુધી મફત કોવિડ વેક્સિન બુસ્ટર ડોઝ લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને નિ:શુલ્ક વેક્સિન આપવામાં આવી રહી છે. 6 સપ્ટેમ્બરના દિવસે સાંજ સુધીમાં બુસ્ટર ડોઝ તેમજ પહેલા કે બીજા ડોઝ મળીને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 1877 તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 4788 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો. આમ, આ દિવસે રાજકોટ જિલ્લામાં કુલ 6665 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

​​​​​​​મચ્છરજન્ય રોગમાં ફરી ઉછાળો
રાજકોટ શહેરમાં કોરોના હળવો પડ્યા બાદ તંત્ર આખું મચ્છરજન્ય રોગની ચિંતા કરવા લાગ્યું છે અને આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયા વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. મનપાને ચાલુ વર્ષથી જ ડેન્ગ્યુ અને મલેરિયા વકરશે તેવો ભય સતાવી રહ્યો છે જેને લઈને સઘન ઝુંબેશ હાથ ધરી એક જ સપ્તાહમાં 738ને નોટિસ ફટકારી સૌથી વધુ 1,84,300 રૂપિયાનો આકરો દંડ વસૂલ્યો હતો. આમ છતાં તા. 22થી 29 ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 8, મલેરિયાના 4 અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો.આવી સ્થિતિમાં તંત્રની વ્યવસ્થાઓ એટલે કે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં જે કેસ નોંધાયા છે તેનાથી 10થી 12 ગણો આંક હોય તેટલા પ્રમાણમાં એપિડેમિક હશે તેવું માનીને કાર્યવાહી હાથ ધરાય છે.