કોરોના રાજકોટ LIVE:મંગળવારે માધાપર, યુનિવર્સિટી રોડ, રેસકોર્સમાં નવા 7 કેસ દાખલ, 21 દર્દીઓ કોરોનામુક્ત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં મંગળવારે નવા 7 કેસ નોંધાયા છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 21 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આથી સારવાર હેઠળ દર્દીની સંખ્યા 62 રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64004 પર પહોંચી છે.

દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ શરુ
ગઈકાલે શહેરના યુનિવર્સિટી રોડ પર 75 વર્ષીય વૃદ્ધ, યોગેશ્વર પાર્કમાં 25 વર્ષીય યુવાન, સુંદરમ પાર્કમાં 43 વર્ષીય પુરુષ, રેસકોર્સ વિસ્તારમાં 45 વર્ષીય મહિલા, મહાવીર સોસાયટીમાં 42 વર્ષીય પુરુષ, ઇન્દિરા સર્કલ વિસ્તારમાં 41 વર્ષીય પુરુષ અને માધાપરમાં 43 વર્ષીય પુરુષ સંક્રમિત થતા મનપાની આરોગ્ય શાખાએ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરી હતી.

ઋતુજન્ય રોગચાળો વકર્યો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 313, તાવના 68 અને ઝાડા-ઊલટીના 92 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 18, મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.