કપાસનો ભાવ રૂ.1900ની સપાટીની આજુબાજુ રહેતા હવે ધીમે- ધીમે યાર્ડમાં કપાસની આવક વધી રહી છે. ગુરુવારે 7 લાખ કિલો કપાસની આવક થઇ હતી.જે બુધવારની સરખામણીએ 4.40 લાખ કિલો વધુ હતી. છેલ્લા કેટલાક સમયથી તલમાં પણ તેજી છે. ગુરુવારે તલના ભાવ રૂ.3200ની સપાટીએ સ્થિર રહ્યાં હતાં.
આ અંગે વેપારીઓના જણાવ્યાનુસાર કપાસનો નીચો ભાવ રૂ.1805 અને સૌથી ઊંચો ભાવ રૂ.1900 બોલાયો હતો. અત્યારે જેટલો કપાસ આવે છે તે તમામ ખપી જાય છે. એક્સપોર્ટમાં પણ ડિમાન્ડ વધારે છે. ભાવ ઉંચા મળવાને કારણે નવેમ્બર અંતથી આવક પણ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મગફળીનો નિકાલ હજુ બાકી છે નિકાલ પૂર્ણ થયા બાદ નવી આવક શરૂ કરવામાં આવશે. મગફળીનો ભાવ રૂ.1070થી 1366 સુધીનો બોલાઈ રહ્યો છે.
કપાસની આવક વધી છતાં તેલમાં રૂ.10નો નજીવો ઘટાડો
યાર્ડમાં મગફળી, કપાસ સહિતની વિવિધ જણસીની આવક વધી રહી છે. દિવાળી પછી શરૂ થયેલા મુહૂર્તના સોદાની સરખામણીએ અત્યારે કપાસની આવક વધારે છે. આમ છતાં હજુ કપાસિયા તેલના ભાવમાં નજીવો ઘટાડો આવ્યો છે. ગુરુવારે કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો આવ્યા બાદ તેલનો ડબ્બો રૂ.2350એ પહોંચ્યો હતો. જ્યારે સિંગતેલમાં રૂ.5ના ઘટાડા સાથે તેલનો ડબ્બો રૂ. 2685, પામોલીન
તેલમાં રૂ.25નો ઘટાડો આવ્યો હતો. આમ, હાલ તેલમાં સામાન્ય વધઘટ હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.