તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કાર્યવાહી:રાજકોટમાં જુગારના 7 દરોડા, 46 શખ્સની ધરપકડ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર પોલીસે વધુ 7 સ્થળે દરોડા પાડી જુગાર રમી રહેલા 46 શખ્સને રૂ.2,27,070ની મતા સાથે ઝડપી લીધા હતા.

દૂધસાગર રોડ પરના શિવાજીનગરમાંથી સંજય દિલીપ ઢાપા સહિત 5 શખ્સને પોલીસે રૂ.16130ની રોકડ સાથે ઝડપી લીધા હતા. ગંજીવાડામાંથી જીતુ દેવજી રાઠોડ સહિત 9 શખ્સ રોકડા રૂ.10800 સાથે ઝડપાયા હતા. ગાંધીગ્રામના કષ્ટભંજન મેઇન રોડ પર રહેતા શિરીષ લક્ષ્મણ પરમારના ઘરમાં પોલીસે દરોડો પાડી શિરીષ સહિત 8 શખ્સને રૂ.22090 સાથે પકડી લીધા હતા. રૈયા રોડ પર શિવપરામાંથી ઇશુ સુતાર મોભ સહિત 6 શખ્સ રૂ.11300ની રોકડ સાથે ઝડપાયા હતા.

મધુરમ સોસાયટીમાંથી કિશોર છગન ગોહેલ સહિત 5 શખ્સ રૂ.10200ની રોકડ સાથે પકડાઇ ગયા હતા. 50 ફૂટ મેઇન રોડ પર પરસાણા સોસાયટીમાં અતુલ નટવરલાલ બગડાઇના મકાનમાંથી પોલીસે અતુલ સહિત 7 શખ્સને જુગાર રમતા ઝડપી લઇ કુલ રૂ.1,21,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ ઢેબર કોલોની ફાટક નજીકથી અરવિંદ જાદવ ચુડાસમા સહિત 6 શખ્સને પોલીસે રૂ.34600 સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...