મેઘગર્જના સાથે ધોધમાર:રાજકોટ જિલ્લામાં વીજળી પડતા 7 પશુનાં મોત, 12 રોડ બંધ; ગોંડલમાં 6 ઈંચ વરસાદ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ જિલ્લામાં ભરભાદરવે અષાઢી મેઘગર્જના સાથે ધોધમાર
  • જામકંડોરણા-ગોંડલ હાઈવેનો પુલ ધોવાતા વાહનવ્યવહાર ખોરવાયો

રાજકોટ જિલ્લામાં મંગળવારની મધરાતે વીજળીના કડકા ભડાકા સાથે અનરાધાર વરસાત તૂટી પડ્યો હતો. ભારે વરસાદ સાથે અનેક જગ્યાએ વીજળી ત્રાટકી હતી. જિલ્લામાં વીજળી પડવાથી 7 પશુનાં મોત થયા છે. બીજી તરફ જિલ્લામાં નાના-મોટા 12 રસ્તા બંધ થયા છે. તેની વચ્ચે વરસાદી આગાહી યથાવત્ હોવાથી વધુ નુકસાનીના દૃશ્યો સર્જાવાનાં એંધાણ છે. અષાઢ અને શ્રાવણ જેટલા કોરા રહ્યાં તેનાથી બમણો વરસાદ ભાદરવામાં ખાબક્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધો હોય તેમ સાંબેલાધારે વરસાદ તૂટી પડ્યો હતો.

આભે જાણે શણગાર સજ્યો હોય તેમ મંગળવારે આખી રાત વરસાદની સાથે ભારે ગાજ સાથે વીજળી પણ વરસતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં. જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં જળાશયો ઊભરાયા હતાં. જ્યારે જેતપુર તેમજ ઉપલેટા અને આટકોટ પંથકમાં અનારાધાર વરસાદથી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. વરસાદથી જિલ્લામાં અનેક જગ્યાએ વીજળી પડ્યાની ઘટના સામે આવી છે. વીજળી પડતા 7 પશુનાં મોત થયા છે. જેમાં જામકંડોરણાના બેલડા ગામે 4 પશુ, ઉપલેટા પંથકમાં એક બેડલા ગામે એક તેમજ ગોંડલના હડમડિયામાં એક પશુનું મોત થયું છે.

જિલ્લાનો વરસાદ

તાલુકોવરસાદ
ગોંડલ148 મીમી
જેતપુર108 મીમી
ધોરાજી100 મીમી
જસદણ87 મીમી
વીંછિયા69 મીમી
લોધિકા144 મીમી
ઉપલેટા71 મીમી
કોટડાસાંગાણી106 મીમી
જામકંડોરણા116 મીમી
પડધરી36 મીમી
રાજકોટ126 મીમી
અન્ય સમાચારો પણ છે...