કોર્ટ કાર્યવાહી:હુમલો કરવાના કેસમાં 7 આરોપીને 3 વર્ષની સજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીરડા વાજડી ગામે રહેતા પ્રભાત વિભા ખીમાણિયા, અરજણ હાજા હુંબલ, જનક કાથડ ખીમાણીયા, ખોડા કુકા મેર, મહેશ ભવાન લાબડિયા, વિહા ભવાન લાબડિયા, દિનેશ ખોડા બલદાણિયા સામે પીજીવીસીએલના અધિકારી પર હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યા અંગેનો કેસ ચાલી જતા અદાલતે સાતેય આરોપીઓને તકસીરવાન ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સજા તેમજ રૂ.3-3 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો છે. પીજીવીસીએલમાં નાયબ ઇજનેર વિપુલભાઇ સહિતના કર્મચારીઓ વીરડા વાજડી ગામે ફીડર ફોલ્ટના રિપેરિંગમાં ગયા ત્યારે અહીં લંગર નાંખી વીજચોરી થતી હોવાનું જોવા મળ્યું હતું. ના.ઇજનેરને વાત કરતા તેમને લંગર હટાવવાનું કહેતા કર્મીઓ લંગર હટાવી રહ્યા હતા. ત્યારે લંગર હટાવવાનો ખાર રાખી ઉપરોક્ત આરોપીઓએ ના.ઇજનેરને માર માર્યો હતો.

જે અંગે ના.ઇજનેર વિપુલભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં કેસ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ પૂજાબેન એસ.જોશીએ કરેલી લેખિત, મૌખિક રજૂઆત તેમજ સાક્ષીઓ, તપાસનીશ અધિકારી, તબીબની જુબાનીને ધ્યાને લઇ કોર્ટેેસાતેય આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...