તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 69 દર્દીના મોત, બપોર સુધીમાં 166 કેસ નોંધાયા,6 હજારથી વધુ લોકોએ વેક્સિન લીધી

રાજકોટએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્ર જીનીગ એસોસિએશન પ્રમુખ ભરતભાઈ વાળાનું નિધન

રાજકોટમાં 24 કલાકમાં 69 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 59 દર્દીના મોત થયા જે પૈકી 11 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 166 કેસ નોંધાયા છે શહેરમાં કુલ કેસની સંખ્યા 36990 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3544 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 514 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે સૌરાષ્ટ્ર જીનીગ એસોસિએશનના પ્રમુખ અને સૌરાષ્ટ્રમાં જીનીગ ક્ષેત્રના મોટું નામના ધરાવતા ઉદ્યોગપતિ ભરતભાઈ વાળાનું કોરોનાથી નિધન થયું છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર હેઠળ હતા. હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાંથી એપ્રિલ માસ દરમિયાન 468 દર્દીઓ સારવાર મેળવી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ઉદ્યોગપતિ ભરતભાઈ વાળાની ફાઈલ તસ્વીર
ઉદ્યોગપતિ ભરતભાઈ વાળાની ફાઈલ તસ્વીર

બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 6349 લોકોએ કોરોના વેકસીન લીધી
રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2563 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3786 સહિત કુલ 6349 નાગરિકોએ રસી લીધી હતી.હાલ રાજકોટમાં શહેર પોલીસ દ્વારા કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરનાર શ્રેષ્ઠ સોસાયટી, ગામ અને વેપારી એસોસિએશનને પણ માસ્ક અને સૅનેટાઇઝર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શહેર પોલીસ દ્વારા માસ્ક અને સૅનેટાઇઝર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
શહેર પોલીસ દ્વારા માસ્ક અને સૅનેટાઇઝર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

104માં માત્ર 210 ફોન આવ્યા
જે દર્દીઓ કોરોનાગ્રસ્ત હોય અને દવાની જરૂર હોય તેમજ ક્વોરન્ટીન હોય અને ટેસ્ટ કરવાના હોય તેઓ 104નો સંપર્ક સાધે છે. એપ્રિલના મધ્યાહ્નને 104માં ફોન ખૂબ જ આવ્યા છે અને દરરોજ 1100થી 1200 ફોન આવતા હતા અને આ સેવા મારફત 900થી 1000 ટેસ્ટ કરાતા હતા હવે તેમાં ઘણો ઘટાડો આવ્યો છે. 6 મેના દિવસે માત્ર 210 ફોન આવ્યા છે તેમજ 197 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય 108ની સેવા પણ કામ કરવા લાગી છે. સિવિલમાં કતાર હોવાથી મોટાભાગની એમ્બ્યુલન્સ ત્યાં જ અટકી રહેતી જેથી બીજા કોલ્સ પર જઈ શકતી નહિ હવે તે સંખ્યા વધી છે.

અન્ય સમાચારો પણ છે...