તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 69 દર્દીના મોત, બપોર સુધીમાં 149 કેસ નોંધાયા

13 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામડાઓમાં કિટની અછતને કારણે ટેસ્ટિંગ અટકી પડ્યા છે

રાજકોટમાં 24 કલાકમાં 69 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 57 દર્દીના મોત થયા હતા. જે પૈકી 23 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં આજે બપોર સુધીમાં 149 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 33674 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4075 દર્દી સારવાર હેઠળ છે. જયારે 726 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જરૂર ન હોવા છતા માંગ કરતી 14 હોસ્પિટલના ઓક્સિજન સપ્લાયમાંથી વહીવટી તંત્રએ નામ કટ કર્યા છે.

સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આઇસોલેશનમાં સારવાર મેળવી 60 દર્દીઓ પોતાના ઘરે પરત ફર્યા
રાજકોટમાં હાલ અનેક સેવા સંસ્થાનો દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જ્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવામાં આવે છે. હાલ શહેરમાં કાર્યરત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે છાત્રાલયના બિલ્ડિંગમાં 200 દર્દી આઇસોલેશન માં રહી શકે તેવી સુવિધા છે. ત્યાં સ્વામી સંતવલ્લભદાસજી અને સ્વામી પૂર્ણ પ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ 60 દર્દીઓ આઇસોલેશનમાં ઉત્તમ સારવાર મેળવી સ્વસ્થ થયા છે. અને હાલ તેમના ઘરે પરત ગયા છે.

ગામડાઓમાં કિટની અછતથી ટેસ્ટિંગ અટકી પડ્યા
કિટની અછતને લઇ અનેક ગામોમાં ટેસ્ટિંગ અટકી પડ્યા છે, તો બીજી તરફ શાસક પક્ષના લોકો પોતાના મત વિસ્તાર માટે જ જાણે કામ કરી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ કિસ્સામાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બાકાત રહ્યાં નથી. આ મુદ્દે તેમની સાથે વાત કરાતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ કિટની અછત સો ટકા વર્તાઈ રહી છે, ત્યારે અમારે અમારા ગામના લોકો કે જેમને મત આપી અમને દાન આપ્યું છે, ત્યારે અમારે પણ તેમનું ઋણ ચૂકવવું પડે. હા,રાજકીય લોકો અત્યારે લાચાર છે એટલે જ અમારે નબળી વાત કરવી પડે છે અને કિટ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અન્ય સામે હાથ પણ લંબાવો પડે છે.

ફાયરબ્રિગેડ કોવિડ હોસ્પિટલમાં રાત્રી દરમિયાન તપાસ કરશે
કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ બનતા રાજકોટની ફાયર શાખા હોસ્પિટલમાં સતત તપાસ કરશે. ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરના જણાવ્યા અનુસાર શહેરની 40થી વધુ કોવિડ હોસ્પિટલમાં ફાયરના સાધનો તેમજ સ્ટાફની તૈયારી જોવામાં આવી છે. જે પણ ખામી હતી તેમજ રીફિલિંગ હતું તે અંગે તમામ સૂચનો કરી દેવાયા છે.આ બધા સૂચનો મુજબ ફેરફાર થયા છે કે નહીં તે પણ ચેક કરાશે. આ ઉપરાંત હવે નિયમિત કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવાશે. દરેક સપ્તાહે હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ તૈયારી જોવામાં આવશે આ માટે રાત્રે 12 વાગ્યા બાદનો સમય રહેશે. સ્ટાફ કેટલા જાગૃત છે તેમજ સાધનો કામ કરે છે કે નહિ તે ચેક કરીને જરૂર પડ્યે માર્ગદર્શન અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો