યુક્રેનની પ્રવર્તમાન યુદ્ધ પરિસ્થિતિમાં ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ યુક્રેન સ્થિત ભારતીયોને પરત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના 13 વિદ્યાર્થીઓ પરત આવી ચુક્યા છે. હજુ 69 વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે.
મામલતદારની નોડલ અધિકારી તરીકે નિમણુંક
આ માટે પ્રાંત વાઈઝ પ્રાંત અધિકારીઓને નોડલ ઓફિસર તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ મામલતદારની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરી હાઈ ઓથોરિટી સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું વધુમાં કલેકટર દ્વારા જણાવાયું છે
લિંક જાહેર કરવામાં આવી છે
યુક્રેનના પ્રદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે આ મુજબની લિંક જાહેર કરવામાં આવી છે. https://qfreeaccountssjc1.az1.qualtrics.com/jfe/form/SV_aXLe6wsnbeEExsq આ લિંકમાં યુક્રેનમાં ફસાયેલો કોઈપણ ભારતીય નાગરિક તેનું નામ, ઇ-મેઇલ, હાલનું લોકેશન, અક્ષાંશ-રેખાંશની વિગતો, બોર્ડર ક્રોસ કરી છે તો અત્યારે કયા દેશમાં છે, વગેરે વિગતો ભરીને આ લીંક મારફતે મોકલી આપશે તો કેન્દ્ર સરકાર આપત્તિમાં ફસાયેલા તમામની મદદ કરવા તત્પર છે. આ લિંકનો મહત્તમ લાભ લેવા તથા યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સુધી આ લિંક પહોચાડવા જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
આ હેલ્પલાઈન પર ફોન અને ઇમેલ કરી શકાશે
ભારત સરકાર દ્વારા યુક્રેન ક્રાઈસિસ અંગે યુક્રેન સ્થિત ભારતીય નાગરિકો માટે માહિતી માટે ખાસ હેલ્પલાઈન શરુ કરી છે. જેમાં દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના +911123012113, +911123014104, +911123017905 તેમજ 1800118797 પર ફોન અથવા situationonroom@mea.gov.in પર ઈમેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર ફોન તેમજ cons1.kviv@mea.gov.in પર મેઈલ કરી શકાશે. ગુજરાત રાજ્ય બિન નિવાસી પ્રતિસ્થાન ગાંધીનગર દ્વારા માહિતી માટે ફોન નંબર 079-232 51312 તેમજ 079 232 51316 જારી કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.