તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડૅટ:684ને રજા અપાઇ, 528 પોઝિટિવ કેસ, 65 નાં મોત

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગ્રામ્યનો નવો રેકોર્ડ, 127 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોતની સંખ્યામાં ઘટાડો થતો નથી. રવિવારે વધુ 65 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 528 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જેમાં રાજકોટ શહેરમાં 401 અને જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ 127 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં જિલ્લા અને શહેરમાં કુલ પોઝિટિવ કેસ 44440 થયા છે. શનિવારે 69 દર્દીનાં મોતમાંથી 21 દર્દીનાં મોત કોવિડથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. જોકે મોતનો આંક હજુ વધુ જ છે.

જિલ્લા પંચાયતના મહિલા સભ્યનું મોત
રાજકોટ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોમાંથી વધુ એક સભ્યનું કોરોનાથી મોત થયું છે. જસદણના સાણથલી બેઠકના ભાજપના નિર્મળાબેન ધનજીભાઇ ભૂવાનું કોરોનાથી મોત થયું છે. નિર્મળાબેન 20 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા, પરંતુ અંતે તે કોરોના સામે હારી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજિત મેણિયાનું પણ કોરોનાથી મોત થયું છે. જસદણ તાલુકાના બે સભ્યનું કોરોનાથી મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો