સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સરવે:1170 લોકોમાંથી 68% લોકોને તહેવાર બાદ કોરોના ફરી વકરવાની ચિંતા, 69%એ કહ્યું વેક્સિન જ ત્રીજી લહેર સામે રક્ષણ આપશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ બોળચોથનો ઉપવાસ કરી બાળકોના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી

ત્રીજી લહેરને લઈને લોકોમાં ભય અને ચિંતા વ્યાપી રહી છે. સાથે ત્રીજી લહેર બાળકો માટે ખતરો સાબિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી ત્યારે માતાપિતા અને પરિવારના સભ્યોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈને કોરોનાની ત્રીજી લહેર આવશે કે કેમ, ત્રીજી લહેર ન આવે માટે શું કરવું જોઈએ, ત્રીજી લહેર માટે કેવા પ્રકારના સાવચેતીના પગલાં લેશો તે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન. આર. પટેલે 1170 લોકોનો સરવે કર્યો અને સારો પ્રતિસાદ મળ્યો હતો.

જેમાં લોકોના પ્રતિભાવો પરથી એવું તારણ નીકળ્યું છે કે 68% લોકો માને છે કે તહેવાર બાદ ત્રીજી લહેરની શક્યતા, 69%એ કહ્યું વેક્સિન જ ત્રીજી લહેર સામે રક્ષણ આપશે.ગ્રામ્યના 72% લોકો સામૂહિક રીતે તહેવાર ઉજવવાની તરફેણમાં છે. ગ્રામ્યના લોકોનું માનવું છે કે સામાજિક સંબંધો ટકાવવા મળવું હળવું જોઇએ, જ્યારે શહેરના લોકો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જરૂરી માની રહ્યા છે.

ગ્રામ્યના 72% લોકો સામૂહિક રીતે તહેવાર ઉજવવાની તરફેણમાં

1. કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા છે?
હા 68%
ના 11%
કહી ન શકાય 21%

2. ત્રીજી લહેરને લઈને ચિંતિત છો?
હા 78%
ના 22%

3. ત્રીજી લહેરનો ભોગ ન બનવું પડે માટે વેક્સિન કે અન્ય કોઈ ઉપાય કરો છો?
હા 69%
ના 31%

4. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી એટલે ત્રીજી લહેર નહીં આવે એવું લાગે છે?
હા 56%
ના 44%

5. એવું સાંભળ્યું છે કે, ત્રીજી લહેર બાળકો માટે સૌથી વધુ ઘાતક છે માટે આપ બાળકને લઈને ચિંતિત છો?
હા 81%
ના 19%

6. ત્રીજી લહેર ન ફેલાય માટે ઘરે રહીને તહેવારો ઉજવવાનું પસંદ કરશો?
હા 62%
ના 38%

7. બાળકને કોરોનાની અસર ન થાય માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા કોઈ ઉપાય કરો છો?
હા 79%
ના 21%

8. ત્રીજી લહેર ન આવે માટે કોઈ માનતા કે બાધા રાખી છે?
હા 63%
ના 37%

9. તહેવારો પછી કોરોના વધવાની આશંકા જણાય છે?
હા 71%
ના 29

અન્ય સમાચારો પણ છે...