ચુકાદો:3 વર્ષની માસૂમ પર દુષ્કર્મ, 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર 65 વર્ષના પ્રૌઢને 20 વર્ષની સજા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોંડલના સડક પીપળિયાની સીમમાં 52 દી’ પૂર્વે ઘટના બની ’તી
  • પોલીસે પાંચ જ દિવસમાં ચાર્જશીટ કરી હતી, ચાર્જશીટ દાખલ થયાના 45 દી’માં જ કેસ ચલાવી આરોપીને સખ્ત સજા ફટકારવામાં આવી

ગોંડલના સડક પીપળિયા ગામની સીમમાં આવેલા કારખાનામાં 52 દિવસ પૂર્વે 65 વર્ષના પ્રૌઢે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને 5 વર્ષની બાળકીને અડપલાં કર્યા હતા, સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલી આ ઘટનામાં પોલીસે પાંચ જ દિવસમાં ચાર્જશીટ કરી હતી, અદાલતે આરોપી પ્રૌઢને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી.

સડક પીપળિયા ગામની સીમમાં રહેતી 3 વર્ષની બાળકી અને તેની પાડોશમાં જ રહેતી 5 વર્ષની બાળકી ગત તા.20 મેના પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે પાડોશમાં જ રહેતા ઉત્તરપ્રદેશના વતની સાલીકરામ રામસધાર મોરિયાએ બંને બાળકીને પ્રસાદી આપવાના બહાને પોતાની ઓરડીમાં બોલાવી હતી અને બંને બાળકીને ખોળામાં બેસાડી હતી, ત્રણ વર્ષની બાળકી સાથે સાલીકરામે દુષ્કર્મ આચર્યું હતું અને પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં હતા, સાલીકરામના સકંજામાંથી છૂટીને પાંચ વર્ષની બાળકી ત્યાંથી જતી રહી હતી અને ત્રણ વર્ષની બાળકીની માતાને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી અને બંને બાળકીનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી આઇપીસી 376 અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાલીકરામની ધરપકડ કરી હતી. સમગ્ર મામલાની ગોંડલમાં ફરજ બજાવતા પીઆઇ એન.જી. ગોસ્વામીઅએ તપાસ કરી પાંચ જ દિવસમાં આરોપી સાલીકરામ વિરુદ્ધ પોક્સો અદાલત ગોંડલ ખાતે ચાર્જશીટ કરી હતી.

આ કેસ પોક્સો અદાલત ગોંડલ ખાતે માત્ર 45 દિવસના ટૂંકા ગાળામાં ચાલી જતાં સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરિયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને સરકાર તરફે કુલ 8 સાક્ષીને તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં મૌખિક પુરાવા અને લેખિત પુરાવાની હકીકતને ધ્યાને રાખી તેમજ સરકારી વકીલ ડોબરિયાની દલીલોને ધ્યાનમાં લઇ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે આ કામના આરોપી સાલીકરામ રામસધાર મોરિયાને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...