તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:65 વિદ્યાર્થીઓ 8 જિલ્લાના ગામડાંઓમાં વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ કેળવે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વિદ્યાર્થી રોજ 30થી વધુ પરિવારને રૂબરૂ મળી રસી લેવા પ્રેરે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે એક જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે. જેમાં ભવનમાં અભ્યાસ કરતા અને સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં રહેતા વિદ્યાર્થીઓ હાલ એમના જિલ્લાના ગામડાઓમાં જઈને લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ કેળવી રહ્યા છે. 65 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના 8 જિલ્લાના ગામડાઓમાં રૂબરૂ જઈ રહ્યા છે, ગામડાના લોકોને મળી રહ્યા છે, પ્રતિદિન 30થી વધુ પરિવારને પ્રત્યક્ષ મળીને તેમને વેક્સિન લેવા પ્રેરી રહ્યા છે. કોરોના મહામારીમાં વેક્સિન કેટલી મહત્વની છે, વેક્સિનના ફાયદા સમજાવે છે, આ ઉપરાંત ગામડાઓમાં પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ કે અંધશ્રદ્ધા સામે પણ સમજણ આપે છે.

સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયશ્રીબેન નાયકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની ટીમ કામ કરી રહી છે.કોરોના મહામારીનાં સમયમાં જયારે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર રસીકરણ વધે તથા રસી અંગે વ્યાપ્ત ખોટી ભ્રમણાઓ દુર થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. એવે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવનનાં વિદ્યાર્થીઓ જનજાગૃતિ અભિયાન ગામડે ગામડે કરી રહ્યા છે.

સમાજશાસ્ત્ર ભવનના એમ.એ. કરતા વિદ્યાર્થીઓ પોતાના ગામ અને સોસાયટીમાં રસીકરણ માટે જાગૃતિ લાવી રહ્યા છે, ભવનનાં એમ.એ. દ્વિતીય સત્રનાં 65 વિદ્યાર્થીઓ જુદાં જુદાં જીલ્લાઓ જેમકે રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી,જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, વગેરે જીલ્લાઓનાં અંતરિયાળ ગામડાઓમાંથી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...