તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 65 દર્દીના મોત,બપોરે 12 વાગ્યા સુધીમાં 169 નોંધાયા, જીલ્લા પંચાયતના સદસ્ય નિર્મળાબેન ભૂવાનું કોરોનાથી નિધન

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પહેલી લહેર કરતા ચાર ગણી વધુ તાકાત અને તીવ્રતા સાથે રાજકોટમાં કોરોનાની બીજી લહેર ત્રાટકી

રાજકોટમાં 24 કલાકમાં 65 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 69 દર્દીના મોત થયા હતા. જે પૈકી 21 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 169 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34299 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4075 દર્દી સારવાર હેઠળ છે. જયારે 533 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજી તરફ તંત્ર મોતના આંકડા મામલે હંમેશા શંકાસ્પદ જ રહ્યુ છે છતાં તંત્રે જાહેર કરેલા આંકડા પર નજર દોડાવીએ તો 29 જ દિવસમાં 1371 મોત એટલે કે દરરોજ 50 જેટલા દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. જો કે આ આંક હકીકતે તો ક્યાંય મોટો સાબિત થશે.આ ઉપરાંત રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય નિર્મળાબેન ભૂવાનું પણ કોરોનાથી નિધન થયું છે.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માતાનું કુદરતી નિધન
આ ઉપરાંત મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માતૃશ્રી મણીબેન મોહનભાઈ બાવળિયાનું 105 વર્ષની જૈફ વયે આજરોજ સવારના 08:15 કલાકે વિંછીયાના જનડા ખાતે તેમના નિવાસસ્થાને કુદરતી નિધન થયુ છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ હતુ કે, હાલ કોરોનની પરિસ્થિતિને કારણે અંતિમ સંસ્કાર પરીવારના સભ્ય સુધી સીમિત રાખેલ છે અને ટેલીફોનીક બેસણું બંધ રાખવામાં આવ્યું છે.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માતૃશ્રી મણીબેન મોહનભાઈ બાવળિયાની ફાઈલ તસ્વીર
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માતૃશ્રી મણીબેન મોહનભાઈ બાવળિયાની ફાઈલ તસ્વીર

ઓક્સિજનના મામલે સેવાભાવી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર સ્વનિર્ભર બન્યા
રાજકોટમાં ઓક્સિજનના મામલે સેવાભાવી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર સ્વનિર્ભર બની રહ્યાં છે. પંચનાથ હોસ્પિટલ ખાતે બે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પ્લાન્ટ માટેના 56 લાખ રૂપિયા એકત્રિત થયા છે. માત્ર 7 મિનિટમાં દાન એકત્ર થયું છે. ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ અને તેના મિત્રો દ્વારા આપવામાં આવ્યા 28 લાખ રૂપિયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને તેના મિત્રો દ્વારા આપવામાં આવ્યા 28 લાખ રૂપિયા. બરોડા ખાતે પ્લાન્ટ બનાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી સોમ-મંગળવારે પ્રથમ પ્લાન્ટ કાર્યરત થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો