કોરોના સંક્રમણ:રાજકોટ શહેરમાં 63 કોરોના પોઝિટિવ, 29 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાનામવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સૌથી વધુ 20 કેસ

રાજકોટમાં શુક્રવારે 63 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આ કારણે કુલ કેસનો આંક વધીને 64795 થયો છે અને આવતા સપ્તાહ સુધીમાં 65000ને પાર કરી શકે છે. નવા કેસની સંખ્યા વધવા ઉપરાંત ડિસ્ચાર્જની સંખ્યા ઓછી રહી છે શુક્રવારે ફક્ત 29 ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 335 થઈ છે.

જે કેસ આવ્યા છે તેમાં સૌથી વધુ 20 પોઝિટિવ નાનામવા આરોગ્ય કેન્દ્રમાંથી આવ્યા છે જ્યારે બીજા ક્રમે શ્યામનગર આરોગ્ય કેન્દ્ર છે. આ તમામ કેસ કઈ સોસાયટીમાંથી આવ્યા છે તે સરવે કરવાનો સમય પણ આરોગ્ય શાખાને મળ્યો નથી. એકદમથી કેસની સંખ્યા વધવા માટે તબીબોએ જણાવ્યુ હતુ કે લોકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા લાગ્યા છે અને ટેસ્ટ વધતા કેસ પણ વધી રહ્યા છે. હાલ શરદી-ઉધરસના લક્ષણો દેખાતા જ ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટનો આગ્રહ રાખવામા આવે છે.

હળવદમાં કિશોરીનું કોરોનાથી મોત
મોરબી જિલ્લાના હળવદ શહેરની એક 17 વર્ષની તરુણીની મોરબી સિવિલમાં સારવાર ચાલી રહી હતી. આ તરૂણીનું બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને દર્દીની મેડિકલ હિસ્ટ્રી ચકાસણી કરતા સગીરાને કીડનીની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ તેણીએ વેકસીનના એક પણ ડોઝ ન લીધા હોવાનું પણ સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...