પ્રાંત અધિકારી દ્વારા રોડ પર કોઈ પણ જાતના લાયસન્સ વગર બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ બાયોડીઝલના પંપ પર વેંચતા હોવાની માહિતીને આધારે જેતપુર-ગોંડલ તાલુકાનાં 7 પંપ પરથી 89636 લીટરનો જથ્થો સીઝ કર્યો છે. સીલ કરાયેલા જથ્થાની અંદાજીત કિંમત 61 લાખ 87 હજાર 554 રૂપિયા છે. આ પંપ પાસે લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું છે.
પ્રાંત અધિકારી દ્વારા 7 પંપ પર તપાસ હાથ ધરવામાં આવી
થોડા સમયથી હાઈ વે પર બાયોડીઝલના પંપના નામે ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહી ડુપ્લીકેટ પ્રવાહીઓનું કોઈપણ જાતના લાયસન્સ કે સરકારની અન્ય કોઈ મંજૂરી વગર બાયોડીઝલના નામે વેચાણ કરવા લાગ્યા છે. જે ગંભીર બાબત તંત્રને નજરે આવતા આજે પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા જુદી જુદી 6 ટીમ બનાવી જેતપુર તેમજ ગોંડલ તાલુકામાં આવેલા પરશુરામ રામ એન્ટરપ્રાઇઝ, પવન બાયોડીઝલ, ગુજરાત બાયોડીઝલ, ગણેશ ટ્રેડીંગ, રાજ ટ્રેડર્સ, શક્તિ ટ્રેડીંગ કંપની અને શ્રી રાજલ ટ્રેડર્સ આ 7 પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન 89636 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો પ્રાંત અધિકારે સીઝ કર્યો છે.
બાયોડીઝલ વેંચાણ માટેનું લાયસન્સ ન હોવાનું ખુલ્યું
સમગ્ર મામલે જેતપુર ગ્રામ્ય મામલતદાર પંચાલ મેડમે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બાયોડીઝલ વેંચાણ માટેનું સરકારની મંજૂરી કે લાયસન્સ ન હોવાનું ખુલ્યું છે અને બીજા પણ સાવચેતીના ઉપકરણો ન હોવાનું સામે આવ્યું છે. જેથી સાતેય પંપ પરથી 89636.45 લીટર કિંમત રૂપિયા 61 લાખ 87 હજાર 554નો જથ્થો સીઝ કરી સમગ્ર અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપ્યો છે.
(અહેવાલ-તસવીરોઃ કિશન મોરબીયા, વીરપુર)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.