તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 600 Sony Merchants Get BIS Licenses In 20 Days, Number Of Unique ID Numbers Generated In Hallmark Center Reaches 5 Out Of 25

ભાસ્કર વિશેષ:20 દી’માં 600 સોની વેપારીએ BISના લાઇસન્સ લીધા, હોલમાર્ક સેન્ટરમાં યુનિક ID નંબર જનરેટની સંખ્યા 25માંથી 5 એ પહોંચી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અત્યાર સુધી માત્ર 2 હજાર સોની વેપારીઓ BISના લાઇસન્સ ધરાવતા હતા

ફરજિયાત હોલમાર્કના નિયમને કારણે બીઆઈએસનું લાઇસન્સ લેનારા સોની વેપારીઓની સંખ્યા વધી છે. માત્ર 20 દિવસમાં જ 600 વેપારીઓએ લાઇસન્સ લીધા છે. જ્યારે અત્યાર સુધી બીઆઈએસનું લાઇસન્સ ધરાવનાર વેપારીઓની સંખ્યા માત્ર 2000 હજારની આસપાસ હતી. નવા નિયમ મુજબ દરેક દાગીના પર યુનિક આઇડી નંબર લગાવવો જરૂરી બન્યો છે. આ સમગ્ર પ્રક્રિયા પહેલા મેન્યુઅલી હતી, પરંતુ તે હવે ઓનલાઇન થતા નંબર જનરેટ થવાની સંખ્યા ઘટી ગઈ છે.

પહેલા 25 દાગીના પર યુનિક આઈડી નંબર જનરેટ થતા હતા હવે તેની સંખ્યા 5ની થઇ ગઇ છે. જોકે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ છે તેમાં ઘણી મુશ્કેલી પડી રહી હોવાનું હોલમાર્ક સેન્ટરના સંચાલક જતિનભાઈ ધકાણ જણાવે છે. અત્યાર સુધી યુઝર આઈડીનો ઉપયોગ નહિ થતા અનેકના નંબર એક્સપાયર થઇ ગયા છે.

વધુમાં તેના જણાવ્યાનુસાર સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. જેને કારણે દાગીના ક્યાંથી આવ્યા છે, દાગીનાની સંખ્યા અને તેનું વજન કેટલું છે, તે સમગ્ર માહિતી એકત્રિત કરીને બીઆઈએસની વેબસાઇટ પર અપલોડ કરવાની રહે છે અને ત્યારબાદ બીઆઇએસ તરફથી યુઝર આઈડી નંબર આપવામાં આવે છે. તે યુનિક આઈડી નંબર દાગીના પર લખવામાં આવે છે. મોટા ભાગના સોની વેપારીઓને કમ્પ્યૂટરનું નોલેજ છે નહિ. સૌથી વધુ સમય ડેટા એન્ટ્રી કરવામાં અને માહિતી ભેગી કરવામાં જાય છે.

જે કામગીરીમાં પહેલા 3-4 કલાકનો સમય જતો હતો તેમાં હવે 6 થી 8 કલાકનો સમય લાગે છે. યુનિક નંબર જનરેટ કરવાની ઈન્કવાયરી વધી ગઇ છે.આ માટે ખાસ બે માણસનો સ્ટાફ અલગથી રાખવો પડે છે. ક્યારેક કનેક્ટિવિટી, સર્વરની સમસ્યા ઊભી થાય છે.

150 સ્થળેથી સેમ્પલ લેવાયા, એકેયમાં ગેરરીતિ બહાર ન આવી
રાજકોટ બીઆઈએસ દ્વારા બે વર્ષ પહેલા 150 સોની વેપારીઓને ત્યાંથી સોનાના દાગીનાની ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ચેન્નાઇ, કોલકાતા, દિલ્હી માટે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમાં એક્યમાં ગેરરીતિ બહાર આવી નથી. બીઆઇએસ વિભાગના વૈજ્ઞાનિક એસ.ડી.રાણે એ જણાવ્યું હતું કે, હાલ લાઇસન્સ માટે સોની વેપારીઓમાં જાગૃતિ આવે તે માટે કેમ્પ કરવામાં આવે છે. આવતા મહિનેથી પીવીસી પાઈપની પ્રોડક્ટમાં ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ લાગુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...