તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી તહેવાર:શહેરના 60થી 65 ટકા લોકોએ હોટેલ, રેસ્ટોરન્ટમાં ખાણીપીણીનો માણ્યો સ્વાદ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 મહિના બાદ લોકોએ જન્માષ્ટમી તહેવાર પર મનભરીને મોજ માણી

જન્માષ્ટમીના તહેવાર પર શહેરના 60 થી 65 ટકા લોકોએ ઘરની બહાર એટલે કે હોટેલ, રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. જન્માષ્ટમીના તહેવારના દિવસે શહેરની મોટા ભાગની હોટેલ, રેસ્ટોરન્ટમાં 2 થી 3 કલાકનું વેઈટિંગ હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 18 મહિના બાદ ખાણીપીણી માર્કેટમાં રાજકોટિયન્સે કોરોનાના ભયને બાજુમાં મૂકી ફરવા તેમજ હોટેલ રેસ્ટોરન્ટ પર જમવા માટે પરિવાર સાથે બહાર નીકળ્યા હતા.

જન્માષ્ટમીના તહેવાર પર આ વર્ષે રાજકોટમાં લોકમેળો યોજાયો ન હતો. જેથી લોકોએ ફરવા માટે શહેરની આસપાસના વિસ્તારમાં આવેલ ફરવા લાયક સ્થળો પર જવાનું પસંદ કર્યું હતું અને હોટેલ-રેસ્ટોરન્ટમાં જમવાની મોજ માણી હતી. શહેરના 60 થી 65 ટકા લોકો આ વર્ષે જન્માષ્ટમીના દિવસે બહાર જમ્યા હતા. કોરોના પહેલા જન્માષ્ટમીના તહેવાર પર શહેરના 90 ટકા લોકો બહાર જમતા હોય છે. કોરોનાના કારણે છેલ્લા 18 મહિનાથી હોટેલ, રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના દિવસે રાતે 12 વાગ્યા સુધીની હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ રાખવા છૂટ અપાઈ હતી. જેનો સીધો લાભ હોટેલ સંચાલકને થયો હતો. આ વર્ષે હોટેલ માલિકોને 75 ટકાનો ધંધો થયો હતો. કોરોના બાદ આ વર્ષે ઘરાકીથી 50 ટકાનો ધંધો રિકવર થયો.

એક કલાકની છૂટ આપવા માંગ
રાજ્ય સરકાર દ્વારા હજુ એક કલાકની હોટેલ, રેસ્ટોરન્ટ ચલાવવા માટે છૂટ આપવામાં આવે તેવી હોટેલ, રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલ તમામ લોકો વતી એસોસિએશનની માંગ છે. > શેખર મહેતા, ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશન ઓફ રાજકોટ, પૂર્વ પ્રમુખ

બેથી ત્રણ કલાકનું હતું વેઇટિંગ
આ વર્ષે ધંધો સારો રહ્યો, લોકોની ભીડ પણ જોવા મળી અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી જન્માષ્ટમી તહેવાર પર હોટેલનું મેનેજમેન્ટ કર્યુ, હોટેલમાં 2થી 3 કલાકનું વેઈટિંગ જન્માષ્ટમીના દિવસે હતું. સરકારે જે જન્માષ્ટમીના દિવસે ગાઈડલાઈનમાં છૂટ આપી તેથી હોટેલ માલિકોને રાહત મળી. > સાગર વાળા, હોટેલ માલિક

અન્ય સમાચારો પણ છે...