કરાર:60 કરારી પ્રોફેસરને પહેલા 44 દિવસ હવે 11 મહિનાના કોન્ટ્રાક્ટ કરાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનામત નીતિના વિવાદથી સાડા નવ માસનો નવો કરાર કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 8 અને 9 જૂને યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રોફેસરો માટે ઈન્ટરવ્યૂ લેવાયા હતા જેમાં તમામ પસંદ થયેલા અધ્યાપકને 44 દિવસના ઓર્ડર અપાયા હતા. જે-તે સમયે યુનિવર્સિટીમાં કરારી પ્રોફેસરની ભરતીમાં અનામત નીતિ લાગુ કરવાને લઈને વિવાદ થયો હતો તે સમયે યુનિવર્સિટીએ પસંદ થયેલા પ્રોફેસરોને 44 દિવસના ઓર્ડર અપાયા હતા જે ગત 28 જુલાઈના પૂર્ણ થયા બાદ હવે પ્રોફેસરોના 11 માસમાંથી 44 દિવસ બાદ કરી સાડા નવ માસના નવા ઓર્ડર કરાયા છે.

યુનિવર્સિટીમાં જૂન મહિનામાં કરારી પ્રોફેસરની ભરતીમાં પણ અનામત નીતિ લાગુ કરવાને લઈને વિવાદ થયો હતો. વિદ્યાર્થી સંગઠન અને અનામત સંગઠનના હોદ્દેદારોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે અનામત આયોગમાં પણ ફરિયાદ કરાતા વિવાદ સમગ્ર રાજ્યમાં વકર્યો હતો, પરંતુ જે તે સમયે કુલપતિ ડૉ. ભીમાણીએ અનામતના નિયમ મુજબ પસંદ થયેલા પ્રોફેસરોને 44 દિવસના ઓર્ડર અપાયા હતા.

બાદમાં ડૉ. આંબેડકર યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીઓમાં પણ કરાર આધારિત પ્રોફેસરની ભરતી થઇ જેમાં અનામત નીતિ લાગુ કરાઇ ન હતી. ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં પણ જ્યારે કરારી પ્રોફેસરોને 11 માસનો કરાર કરવા નિર્ણય લેવાયો ત્યારે પણ હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. હાલ અધ્યાપકોના ઓર્ડર 11 માસના જ કરાયા છે, પરંતુ 15 જૂનથી જે 44 દિવસના ઓર્ડર અપાયા હતા તે બાદ કરીને સાડા નવ માસના નવા ઓર્ડર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...