તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 મહિના બાદ કોલેજ શરૂ:કોલેજોમાં પ્રથમ દિવસે 60% હાજરી, વિદ્યાર્થીઓએ કહ્યું ઓનલાઈન ભણી-ભણીને થાકી ગયા હતા

રાજકોટ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્રની 237 કોલેજમાં 25 હજારથી વધુ વિદ્યાર્થીનું ઓફલાઈન શિક્ષણ શરૂ

કોરોના મહામારીને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી કેજીથી લઈને પીજી સુધીની સ્કૂલ-કોલેજો બંધ રહ્યા બાદ હવે ધીમે ધીમે શાળા-કોલેજો શરૂ થવા લાગ્યા છે. સોમવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની 237 કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 60% એટલે કે 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ કોલેજે આવીને ભણ્યા હતા. વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે, સારું થયું કોલેજ શરૂ થઇ અમે ઓનલાઈન ભણીને થાક્યા હતા.

ઓનલાઈન અભ્યાસમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. 11 મહિના બાદ કોલેજો શરૂ થતા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે મિત્રોને મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. કોલેજો સોમવારથી શરૂ થવા સાથે વેલેન્ટાઈન વીકનો પણ પ્રારંભ થયો હતો.કોલેજોમાં પ્રથમ દિવસ વિદ્યાર્થીઓના આગમન પહેલા આખી કોલેજ સેનિટાઈઝ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને એક બાદ એક થર્મલ સ્ક્રીનિંગથી ટેમ્પરેચર ચેક કરી, હાથ સેનિટાઈઝ કરી પ્રવેશ અપાયો હતો.કોરોના વાઇરસની મહામારીનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ અને હોસ્ટેલ કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરી શરૂ કરવા અપાયેલી મંજૂરીના પગલે સોમવારથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ફરી ધમધમી ઊઠી છે.

અનેક હોસ્ટેલ હજુ શરૂ ન થતાં બહારગામના વિદ્યાર્થી ન આવ્યા
શિક્ષણનું હબ ગણાતા રાજકોટમાં બહારગામથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે. પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય સોમવારથી શરૂ થયું છે, પરંતુ બહારગામના ઘણા વિદ્યાર્થીઓ હજુ હોસ્ટેલ શરૂ થઇ ન હોવાને કારણે અભ્યાસ અર્થે આવ્યા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ-બોયઝ હોસ્ટેલમાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઈ રહ્યો છે. જોકે ખાનગી હોસ્ટેલ શરૂ થયા બાદ બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા પણ કોલેજોમાં દેખાશે. આ ઉપરાંત રૂમ રાખીને રહેતા વિદ્યાર્થીઓ પણ હજુ નથી આવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો